બાળ લગ્નનું પ્રમાણ ઘટાડવા જાગૃતિ કેન્દ્ર શરુ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સામાન્યરીતે આદિવાસી વિસ્તારોમાં બાળ લગ્નનું પ્રમાણ વધુ હોય છે. અંગે આદિવાસી સમાજમાં જાગૃતતા લાવવા માટે સુરક્ષા સેતુ સોસાયટી રાજગઢના સહયોગથી મહિલા સહાયતા કેન્દ્ર ગોધરા અને લોક અધિકારી કેન્દ્ર ઘોઘંબા દ્વારા જાગૃતિના કેન્દ્ર શરુ કર્યુ હતુ.

ઘોઘંબા ખાતે પોસઇ કે.કે.ડીંડોરની ઉપસ્થિતિમા બાળલગ્નથી થતા ગેરફાયદાઓ અંગેની સવિસ્તાર માહિતી ઉપસ્થિત શ્રોતાઓને આપી હતી. નાના વર સાથે મોટીઉંમરની છોકરીના લગ્ન માટે મોટે ભાગે ઘર કામ અને ખેતરમાં મજુર માટે સ્વાર્થ માટે કરવામાં આવે છે. ઉપરાંત આવા લગ્નથી બાળકોના શિક્ષણ સાથે તેમની સ્વતંત્ર્તા પર પણ ભારે દબાણ આવે છે. ઉપરાંત છોકરીઓની જાતિય શોષણમાં પણ વધારો થાય છે. આવા કિસ્સાઓમાં બાળલગ્ન કરાવનાર બંનેવ બાળકોના માતા પિતા અને વચેટીયાઓ પર ગંભીર ગુનાનો કેસ દાખલ કરી કાયદાકીય પગલા ભરવામાં આવે છે. માટે આવા ગુનઓમાંથી બચવા માટે તથા બાળકોના ઉજજવળ ભવિષ્ય માટે બાળ લગ્નો અટકાવવા જરુરી છે. અને આવા કેસોમાં પોલીસ પણ કાયદાકીય રીતે કામ ચલાવે છે.

અન્ય સમાચારો પણ છે...