• Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • ગોધરામાં શાળા ન છોડવા માટે બાળકોની રડા રોડ : શાળા બંધ કરાવવા શિક્ષણ વિભાગ મક્કમ

ગોધરામાં શાળા ન છોડવા માટે બાળકોની રડા રોડ : શાળા બંધ કરાવવા શિક્ષણ વિભાગ મક્કમ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરાના ભુરાવાવ વિસ્તારમાં લગડી જગ્યામાં આવેલી ગુજરાતી મિશ્ર શાળા જર્જરીત હોવાથી શાળાના ભણતાં બાળકોને એસઆરપી ખાતેની શાળામાં ખસેડવાની હોવાથી શુક્રવારે શિક્ષણાધિકારી શાળા ખાતે આવીને શાળાને સીલ મારવાનું છે તેવું કહેતાં વાલીઓએ હોબાળો મચાવ્યો હતો પોતાના બાળકોને અહિ જ ભણાવવાની જીદ કરી હતી. જયારે બાળકો શાળા ના છોડવાની જીદ કરીને રડા રોડ કરી રહ્યા હતા. શિક્ષણાધિકારીએ વાલીઓને તેમના બાળકોને સારી શાળામાં ખસેડવામાં આવી રહ્યા છે. શાળા કોઇને સોપવાની નથી પણ તેને નવું બિલ્ડીંગ બનાવવામાં આવશે તેવી ખાત્ર આપવા છતં વાલીઓનો રોષ દેખીને શિક્ષણાધિકારી શાળા છોડીને ભાગી નીકળ્યા હતા. ગોધરાના ભુરાવાવ સર્કલ નજીક કમ્પાઉન્ડમાં આવેલી 60 વર્ષ જુની ગુજરાતી મિશ્ર શાળામાં 100 ઉપરાંત બાળકો શિક્ષણનું જ્ઞાન મેળવી ...અનુ. પાન નં. 2

અગાઉ પણ વર્ગ બંધ કરી દીધા હતા
શાળાનું મકાન મજબૂત છે. શાળાના પત્તરા અને દિવાલ કોઇ એ તોડી નાખી હતી. આ બધું કાવતરા હેઠળ કારસો ચાલી રહ્યો છે. અમે અમારા બાળકોને અહિ જ ભણાવવા માંગીએ છીએ.અગાઉ પણ 6અને 7 ના વર્ગ બંધ કરી દીધા હતા. અમારા બાળકો શિક્ષણથી વચિંત રહી ગયા હતા. હવે એવું અમે નહિ થવા દઇએ. નારાયણભાઇ ડીંડોર, વાલી

શાળાનું મકાન કોઇને સોપવાનું નથી
શાળાના બાળકોની ચિંતા અને અભ્યાસને લઇને શાળાના વર્ગો અન્ય જગ્યાએ ખસેડાય છે. ત્યાં લઇને જવા-આવવા માટે શાળાના બાળકો માટે વાહનની વ્યવસ્થા કરી છે. અને આ શાળાને શાળાના સામાન સાથે સીંલ મારવાનું છે. શાળા કોઇને સોપવાની નથી અમે નવું બિલ્ડીંગ બનાવવાની તૈયારીઓ કરી દીધી છે. ગાંધીનગરથી એન્જીનીયર બોલાવીને નવીન શાળાના બિલ્ડીંગનું બાંધકામ કરવા માટે શિક્ષણ વિભાગ મક્કમ છે.અર્ચના ચૌધરી, ડીપીઓ, પંચમહાલ

ગોધરા ભુરાવાવ વિસ્તારમાં આવેલી ગુજરાતી મિશ્ર શાળા અન્યત્ર ખસેડવાના તંત્રના આદેશથી નાના-નાના ભુલકાઓની આંખોમાં આંસુ આવી ગયા હતા. અને સ્થળ ઉપર વાલીઓએ શાળા અન્યત્ર સ્થળે ન ખસેડવા માટે હોબાળો મચાવ્યો હતો.

શાળાનું મકાન સોપવાનું કાવતરૂ રચાયું છે
શાળા તથા આસપાસની જમીનનો કેસ હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે.જયારે શાળા માટે મકાન વર્ષો પહેલા નગર પાલીકાને બાળકોને ભણાવવાના હેતુ થી આપી હતી. પરંતું બાદ માં કોઇ નવા કરાર ન થવાથી મુળ માલિકના વારસદારો એ જમીન તથા શાળાના મકાન માટે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. ત્યારે બાળકોના સલામતીની ઢાલને લઇ શાળા અન્ય જગ્યાએ ખસેડવાની હિલચાલથી વાલીઓએ શિક્ષણ વિભાગની મિલી ભગત કરીને શાળાનું મકાન સોપવાનું કાવતરુ રચાયું છે તેવા આક્ષેપો કર્યા હતા. આગઉ પણ 2014 માં આ જ શાળના 6 અને 7 ધોરણને નવા બનાવાની ખાત્રી આપીને બંધ કરી દીધા હતા. તે આજદીન સુધી ચાલુ થયા નથી જેથી વાલીઓને તંત્ર પર વિશ્વાસ રહ્યો નથી તેવું જણાવ્યું હતું. જો તેજ રીતે હાલ શાળા બંધ કરી દઇએ તો અગાઉની જેમ કરવામાં આવે તો કોણ જવાબદારી લેશે. શાળાનું મકાન જર્જરીત હોવાનું જણાવીને શાળાને બંધ કરાવી દેવાની હિલચાલથી વાલીઓમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...