વેજલપુરમાં કતલે જતાં 4 પશુઓને પોલીસે બચાવ્યા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરા |વેજલપુર પોલીસે બાતમીના આધારે તપાસ કરતાં વેજલપુરના કાલંત્રા ગામમાં આવેલ ખેતરમાં મોહસીન પથીયા તથા બીજા એક ઇસમ કતલ કરવાના ઇરાદે મુગાં પશુઓના ગળાંમાં તેમજ પગોમાં ટુંકા દોરડાથી કુરતા પૂર્વક બાંઘીને જતાં પોલીસને આવતા દેખીને પશુઓને મુકીને નાસી ગયા હતા. પોલીસે 3 બળદ તથા એક ગાયને બચાવીને પાંજરાપોળ ખાતે મોકલી આપેલ હતા. વેજલપુર પોલીસે આનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.