પંચમહાલ દૂધ ઉત્પાદક સંઘની સાધારણ સભા યોજાઇ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સભામાં મોટી સંખ્યામાં પશુ પાલકો સહિત ડીરેકટર મંડળના સભ્યો અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. સાધારણ સભા દરમ્યાન વર્ષ 2016-17 માં ડેરીને કુલ 271 કરોડનો નફો મળેલ હોવાની જાહેરાત કરાયા બાદ કિલો ફેટ દીઠ પશુ પાલકોને 20 રૂપિયાનો ભાવ વધારો તા. 1 જુલાઇથી આપવાની જાહેરાત ચેરમેન દ્વારા કરાતા પશુપાલકોમાં ખુશીની લાગણી ફેલાવા પામી હતી.

પંચમહાલ સહિત ત્રણેય જીલ્લાના પશુ પાલકોની જીવાદોરી સમાન પંચમહાલ જીલ્લા દૂધ ઉત્પાદક સંઘની 44 મી સાધારણ સભા ગોધરાની પંચામૃત ડેરી ખાતે તા. 25 જૂનના રોજ યોજાઇ હતી.જેમાં ત્રણેય જીલ્લામાંથી મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા. પંચામૃત ડેરી ખાતે યોજાયેલ સાધારણ સભામાં ડેરીના ચેરમેન જેઠાભાઇ ભરવાડ દ્વારા વાર્ષીક સરવૈયુ રજુ કરાયુ હતું. જેમાં વર્ષ 2016-17માં ડેરીનુ ટર્નઓવર 1793 કરોડે પહોચતા કુલ 271 કરોડનો ફાયદો નોંધાયો હતો.ચેરમેન દ્વારા પશુ પાલકોને આગામી 1 જુલાઇથી કીલોફેટના ભાવમાં 20 રૂપિયાનો ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો હતો.હવેથી 630 રૂપિયા પ્રતિ કિલો ફેટના સ્થાને પશુ પાલકોને કિલો ફેટના 650 રૂપિયાની ચુકવણી 1લી જુલાઇથી કરવામાં આવશે.

ત્રણેય જીલ્લામાંથી પશુપાલકો ઉપસ્થિત રહ્યા

ચેરમેને કીલો ફેટે રૂ.20નો વધારો કર્યો