ગોધરા તાલુકામાં વર્ષો બાદ 23 રસ્તાઓની માંગ કરાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરાતાલુકાપંચમહાલ જીલ્લાના વડામથક આવેલ છે. તેમ છતા ગ્રામ્ય વિસ્તારોમાં લોકો કાચા રસ્તાની મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તેવા સમયે ભાજપા સંગઠન દ્વારા માર્ગ અને મકાન મંત્રીને રજુઆત કરીને 23 ઉપરાંત રસ્તાઓ બનાવવા માટેની ગ્રાન્ટની માંગણી કરાઇ હતી.જેના કારણે ગ્રામ્ય વિસ્તારની પ્રજાને રસ્તાની સુવિધા મળવાને લઇને આનંદ વ્યાપ્યો છે.

પંચમહાલ જીલ્લાના મુખ્ય મથક ગોધરા તાલુકામાં આવેલા 90 ઉપરાંત ગામોમાં અવાર નવાર વિકાસના કામો હાથ ધરવામાં આવે છે. અને સરકાર પણ મુક્ત મને ગ્રાન્ટ ફાળવીને ગ્રાન્ટ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.તેમ છતા હજુ પણ વિવિધ ગામોમાં રસ્તા બાબતે પ્રશ્ન યથાવત જોવા મળી રહ્યો છે.સરકાર દ્વારા ફળવાતી ગ્રાન્ટ તથા મરામતની ગ્રાન્ટ મુજબ નવિનીકરણ હાથ ધરવામાં નહી આવતા આવા રસ્તાઓ હાલ પણ ટુટફુટ હાલતમાં છે. અને લોકોને પસાર થવામાં ભારે મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે.તેવા સમયે હાલમાં કોગ્રેસી ધારાસભ્ય હોવાના કારણે રસ્તાની સુવિધા બાબતે કોઇ ઉકેલ આવતો હોવાથી ભાજપાના સભ્યો તથા જીલ્લા પંચાયતના આઠ સભ્યો દ્વારા માર્ગ અને મકરાન મંત્રી જયદ્રથસીંહ પરમારને કરાયેલી રજુઆતમાં જણાવ્યુ હતુ કે આંગડીયા,જાફરાબાદ,ઓરવાડા,સાંપા,મોટી કાંટડી તથા અન્ય વિભાગના ગામો જેવા કે ચંચેલાવ ગામે એરંડી મુખ્ય વિસ્તારથી શીકારી ફળીયા સુધી,લાડપુર નેશનલ હાઇવે થી રેલ્વે ગરનાળાથી એરંડી જતો રસ્તો,ગઢ ચુંદડી ગામે અંજલી હોટલથી ખેરોલ માતાના મંદીર સુધી,સાંકલી હાઇવે થી ભાથીજી મંદીરનો નવો રસ્તો,વડેલાવ,રીંછડી સ્ટેન્ડથી તળાવ સુધી,નો સહિતના 23 જેટલા રસ્તાઓને મંજુરી આપવા માટે માંગ કરી છે.

લોકો કાચા રસ્તાની મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે

માર્ગ અને મકાન મંત્રીને સભ્યો દ્વારા કરાયેલી રજુઆત

અન્ય સમાચારો પણ છે...