મ.પ્ર.ના યુવક દ્વારા સગીરાનું અપહરણ
દાહોદશહેરના ગોધરારોડ સ્થિત સનાતન મંદિર પાસેથી અન્સુલ ગોવર્ધન મંડોરે ગોધરારોડ સિદ્ધેશ્વરી સોસાયટીમાં રહેતી 14વર્ષ 9માસની સગીરાનું અપહરણ કરતા સગીરાના સંબંધીએ પોલીસમાં ફરિયાદ કરી છે. મૂળ મધ્યપ્રદેશ ભોપાલનો વતની પરંતુ હાલ દાહોદ શહેરના ગોદીરોડ વિસ્તારની બારોટ ચાલમાં રહેતા યુવક દ્વારા સગીરાના અપહરણની ઘટનાએ સમગ્ર શહેરમાં ચર્ચા જગાવી છે.