• Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • પંચ. જિલ્લાનો પ્રજાસત્તાક પર્વ ગોધરા ખાતે ઉજવાશે

પંચ. જિલ્લાનો પ્રજાસત્તાક પર્વ ગોધરા ખાતે ઉજવાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પંચમહાલ જિલ્લામાં આગામી તા.૨૬મી જાન્યુઆરી-૨૦૧૮નું જિલ્લા કક્ષાનું પ્રજાસત્તાક પર્વ ગોધરા ખાતે ઉજવવાનું નકકી કરવામાં આવ્યું છે. જે અંગે વહીવટી તંત્રના વિવિધ વિભાગોને ધ્વજવંદન અને ઉજવણીની વિવિધ કામગીરી સોંપવામાં આવી છે. પ્રજાસત્તાક દિને ધ્વજ વંદન કાર્યક્રમ ગોધરા પોલીસ હેડ કવાટર્સના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. ધ્વજ વંદન પૂર્વે સવારમાં પ્રભાતફેરી નિકળશે. ધ્વજ વંદન બાદ પોલીસ પરેડ અને જિલ્લાના વિવિધ વિભાગો અને કચેરીઓના ટેબ્લો રજુ થશે. જેમાં આરોગ્ય, કૃષિ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જિલ્લા ઉદ્યોગ, વન વિભાગ જેવા ૧૬ જેટલા ટેબ્લોમાં સરકારની યોજનાઓની માહિતી સાથેની ઝાંખી પ્રદર્શિત કરાશે. નોંધપાત્ર સિધ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થીઓ, રમતવીરો, સમાજ સેવકો, અધિકારી, કર્મચારીઓને પુરસ્કાર વિતરણ અને સન્માન કરવામાં આવશે. મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...