તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • બાકરોલ પાસે નદીમાં કેમિકલવાળા પાણીથી ફીણના ગોટાં ફરી વળતાં માછલીઓના મોત

બાકરોલ પાસે નદીમાં કેમિકલવાળા પાણીથી ફીણના ગોટાં ફરી વળતાં માછલીઓના મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાલોલ તાલુકા ના બાકરોલ ગામે આવેલી કરાડ નદીમાં ઉપરવાસમાં વરસાદ પડવા ને કારણે ચેકડેમ છલકાયો છે આ ઉપરવાસ માં વરસાદ પડવાથી ના કારણે દર વર્ષે પાણીના નવા નીર આવે છે ત્યારે તે નવા નીર આવવા ને કારણે કેમિકલ યુક્ત પાણી ભેળસેળ થાય છે. કેમિકલ યુક્ત પાણી ભેળસેળ થવા ને કારણે નવા નીર માં તે કેમિકલ મીક્ષ થાય છે આ ચેકડેમમાં ફીણના ગોટેગોટા વળતાના દ્દશ્યો દેખાઈ આવે છે.

આ ફીણ કેમિકલ યુક્ત હોવા ને કારણે સ્થાનિક લોકો પાણીનો ઉપયોગ કરી શકતા નથી તેમજ પોતાના પશુઓ ને પાણી પીવડાવી શકતા નથી તેમજ તેની આજુબાજુ સ્થાનિક લોકો ના કુવા માં પણ આ કેમિકલ યુક્ત પાણી મળવાને કારણે ભારે તકલીફ વેઠવી પડે છે પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકાર ના પગલાં ભરવા માં આવતા નથી.

જેના કારણે કરાડ નદી નું પાણી દુષિત થઇ જતા લોકો માં આક્રોશ જોવા મળે છે. ચોમાસા નો પ્રથમ વરસાદ આમ તો લોકો માટે ખુશી અને આનંદ લઇ ને આવતો હોય છે પરંતુ કાલોલ ની કરાડ નદીના કાંઠા વિસ્તાર માટે આ પ્રથમ વરસાદ અભિશાપ બને છે.કૃત્રિમ રીતે સર્જાતો આ કેમિકલનો હિમાલય જોવા લોકો ઉમટી પડયા હતા.કેમિકલ યુકત પાણીને લઇને નદીમાં માછલીઓના મોત નિપજયા હતા. હાલોલ જીઆઇડીસી માં મોટા પ્રમાણ માં પ્લાસ્ટિક દાણા અને બેગ્સ નું ઉત્પાદન કરતા પ્લાસ્ટિક ઉદ્યોગ માં વપરાતું કેમિકલ સમગ્ર વર્ષ દરમ્યાન જીઆઇડીસી નજીક આવેલ વિવિધ નદી નાળા ઓ માં છોડવા માં આવે છે જે ચોમાસા ના પ્રથમ વરસાદે કાલોલ અને હાલોલ વચ્ચે થી પસાર થતી કરાડ નદી માં ભળે છે.

પ્રથમ વરસાદે આજુ બાજુ માં નાળાઓનું કેમિકલ યુક્ત દુષિત પાણીની કરાડ નદી માં આવક થતા બાકરોલ ગામ પાસે આ કરાડ નદી માં ફીણ ના ગોટા વળે છે જેને લઇ આખા કૃત્રિમ હિમાલય નું સર્જન થતું હોય તેવો ભાસ થાય છે. નદી માં 25 થી 30 ફૂટ ઉંચાઈ ધરાવતો હિમાલય સર્જાય છે.બાકરોલ ગામ પાસે થી પસાર થતી કરાડ નદી ના ઉપરવાસમાં ડેમ બનાવેલો હોવા થી ઉંચાઈ પરથી પાણી પડતું હોવા ના કારણે અહીં પાણી માં થી ફીણ નું સર્જન થાય છે.પ્રથમ વરસાદે ઉદભવેલાં આ ફીણથી કૃત્રિમ હિમાલય ના ફીણ ના ગોટા નદી કાંઠા વિસ્તાર ના ગામો માં પવન સાથે ઉડી ને જતા હોવા થી ગામ ના રહીશો ને ચામડીના રોગો થાય છે અને પશુઓ ને પણ તકલીફો થતી હોવાનો સ્થાનિક લોકોનો આક્ષેપ છે

પશુઓનું પાલન પોષણ મુશ્કેલ બન્યું
લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરાતા પશુ ધન પણ ઓછું થવા લાગ્યું છે જેમાં સતત પાણીમાં થતી કેમિકલની ભેળસેળને કારણે ખેડૂતો ખેતી અને પશુપાલકોને પશુઓનું પણ પાલન પોષણ કરવું મુશ્કેલ બન્યું છે .જો પંચમહાલ જિલ્લા તંત્ર દ્વારા નક્કર પગલાં લેવા માં આવે તે જરુરી છે. ભીખાભાઇ ભરવાડ, સ્થાનિક , બાકરોલ ગામ

કાલોલ તાલુકાના બાકરોલ પાસેથી પસાર થતી નદીમાં કેમિકલયુકત પાણી છોડાતા પુલ ઉપરથી ફીણના ગોટેગોટા ફરી વળતા વાહન વ્યવહાર ઠપ્પ થયો હતો. અને કેટલીક માછલીઓ પણ મરી ગઇ હતી. તસવીર-જયવીર સોલંકી

હાલોલ GIDCની પ્લાસ્ટિક કંપનીઓનું કેમિકલયુક્ત પાણી
બાકરોલ પાસે થી પસાર થતી કરાડ નદી માં હાલોલ જીઆઇડીસી ની પ્લાસ્ટિક કંપનીઓ નું કેમિકલયુક્ત પાણી આવતું હોવાનું સ્થાનિક ગ્રામજનો આક્ષેપો કરી રહ્યા છે સાથે જ આ કેમિકલ યુક્ત ફીણ અને પાણીથી કાંઠા વિસ્તાર ના લોકોને વિવિધ પ્રકાર ના ચામડી ના રોગો થતા હોય છે પશુપાલકો ના દુધાળા અને અબોલ પશુઓને પણ વિવિધ પ્રકારના રોગો થતા હોવા નું પશુપાલકો કહી રહ્યા છે. જેસીંગભાઇ ભરવાડ ,સ્થાનિક, બાકરોલ ગામ

કોઈપણ કંપની પર કાર્યવાહી નહી
કરાડ નદી ના કાંઠે વસતા ગ્રામજનો ના જણાવ્યા પ્રમાણે કરાડ નદી ના કાંઠે મધવાસ,બાકરોલ,શક્તિપુરા,નેવારીયા,રતનપુરા,પલાસા,ધનતેજ જેવા ગામ ના લોકો ને ભારે હાડમારી નો સામનો કરવો પડે છે સાથે જ ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ગોધરાના અધિકારીઓ દર વર્ષે નામ માત્ર ના નદીના પાણીના સેમ્પલો લઇ જાય છે પરંતુ આ જીઆઈડીસીની કોઈ પણ કંપની પર અત્યાર સુધીમાં કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી. જીપીસીબી ના અધિકારીઓ ના આશીર્વાદ થી જ આવા એકમો ફૂલી ફાલી રહ્યા છે.સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆત કરી હોવા છતાં અત્યાર સુધી સમસ્યનું સમાધાન ન થતા સ્થાનિકો માં રોષ જોવા મળી રહ્યો છે. કલ્પેશ ઠાકોર,સ્થાનિક,બાકરોલ ગામ, તા.કાલોલ

અન્ય સમાચારો પણ છે...