તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પંચમહાલ જિ.માં 24 કલાકમાં 10.5 ઇંચ વરસાદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રવિવારથી શરૂ થયેલા મેઘાએ દિવસ દરમિયાન વિરામ કરીને રાત્રે વીજળીના કડાકા સાથે ખાબકેલા વરસાદથી ગોધરા સહીત જિલ્લો વરસાદી પાણીથી તરબોડ થઇ ગયો હતો. રાત્રી સમયે પડેલા વરસાદથી ગોધરાના નીચાણવાળા વિસ્તારો માં વરસાદી પાણી ભરાયા હતા. ગોધરામાં યોગેશ્વર સોસાયટી , ઇદગાહ મહોલ્લા, નિજાનંદ સોસાયટી,શહેરા ભાગોળ સહીતના વિસ્તારોમાં ગટરો ચોકઅપ થઇ જવાથી વરસાદી પાણી ભરાઇ જવાથી આવતા જતાં રાહદારીઓ તથા વાહન ચાલકોને મુ્શ્કેલીઓ વેઠવી પડી હતી. શરૂઆતના વરસાદે એમજીવીસીએલની

...અનુ. પાન નં. 2

સૌથી વધુ કાલોલમાં 61 મિમી વરસાદ નોધાયો
પંચમહાલ જિલ્લામાં અત્યાર સુધી 611 મી.મી વરસદ પડયો છે. ત્યાંરે ચોવીસ કલાકમાં જિલ્લામાં 264 મી.મી મેધા ખાબક્યો છે. ગોધરામાં 46 મી.મી, કાલોલમાં 61 મી.મી, હાલોલ માં 40 મી.મી, જાંબુધોડા માં 49 મી.મી, ઘોઘંબામાં 19 મી.મી, શહેરામાં 42 મી.મી તથા મોરવા(હ)માં 07 મી.મી વરસાદ કુલ 264 મી.મી વરસાદ નોધાયો હતો.

ગોધરાના બામરોલી વિસ્તારના મહાવીર નગર તથા સેતુ કલબ રોડ પરની ગટરની ચેમ્બરો હલકી મટીરીયલના કારણે તુટી ગઇ હતી.

મોરવાહડફ ડેમમાંથી 610 ક્યુસેક પાણી છોડયું
મોરવાહડફ ડેમના ઉપરવાસના વિસ્તાર એવા ઉમરીયાં ડેમ, લીમખેડા તેમજ ધાનપુરમાં નવા નીર આવતાંડેમમાં હાલ 800 કયુસેકની આવકથી ડેમની સપાટીમાં વધારો થયો હતો. ડેમની ભયજનક સાપાટી 166.20 મીટર છે. જયારે અગાઉ મોરવાહડફ ડેમમાં 60 ટકા જથ્થો હોવાથી અને નવા નીર આવતાં ડેમની સપાટી 164.20 મીટર સુધી પહોચી હતી. ડેમની રૂલ લેવલ જાળવવા ડેમ ઓથોરીટીએ ડેમનો એક ગેટ અડધો ફુટ જેટલો ખોલીને 610 કયુસેક પાણી છોડીને રૂલ લેવલ જાળવી રાખ્યું છે.

અન્ય સમાચારો પણ છે...