જૂન મેલેરિયા વિરોધી માસ તરીકે ઉજવાશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરામાં એન્ટી રેગીંગ અને બાળ સંરક્ષણ અઠવાડિયાનું આયોજન

ગોધરાસ્થિત જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ તરફથી આગામી તા. 27 જૂન થી 02 જુલાઇ 2016 દરમ્યાન એન્ટી રેગીંગ અને બાળ સંરક્ષણ અઠવાડિયાનું આયોજન પંચમહાલ અને મહિસાગર જિલ્લાઓ માટે કરવામાં આવ્યું છે. હાઇસ્કૂલો, આઇ.ટી.આઇ. અને કોલેજોમાં એન્ટી રેગીંગ અને બાળ સંરક્ષણના કાયદા અને સ્મીમ વિશે જજઓ, પોલીસ અધિકારીઓ, પેરા લીગલ વોલ્યન્ટીયર્સ તેમજ અધિવક્તાઓ મારફ્તે કાનુની શિબિર તેમજ તાલીમ પ્રોગ્રામ યોજવામાં આવશે.

સ્કુલો અને કોલેજોમાં વધતા રેગીંગના કિસાઓ અને બાળકો અને યુવતીઓ પ્રત્યેના ગુનાઓને અનુલક્ષીને રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ ( નાલ્સા)” તરફથી નાલ્સા ચાઇલ્ડ ફ્રેન્ડલી લીગલ સર્વિસીઝ અને ચાઇલ્ડ પ્રોટેક્શન સ્કીમ 2015 જેના ભાગ રૂપે જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, ગોધરા તરફથી આગામી તા. 27 જૂન થી 02 જુલાઇ 2016 દરમ્યાન એન્ટી રેગીંગ અને બાળ સંરક્ષણ અઠવાડિયાનું આયોજન પંચમહાલ અને મહિસાગર જિલ્લાઓ માટે કરવામાં આવ્યું છે. નવા પ્રવેશ પામતા વિદ્યાર્થીઓને સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા યુવક અને યુવતીઓની છેડતી થાયછે. તેનાથી નવા પ્રવેશ પામનાર વિદ્યાર્થીઓ ખુબ ગભરાઈ જાય છે. જેમાં તા. 27 જુનના રોજ ડિસ્ટ્રીક્ટ હેડ ક્વાટર, ગોધરા ખાતે, 28 જુનના રોજ લુણાવાડા ખાતે, 29 જુનના રોજ ખાનપુર-બાકોર અને શહેરા ખાતે, 30 જુનાના રોજ સંતરામપુર, કડાણા અને મોરવા(હ) ખાતે, 1 જુલાઇના રોજ કાલોલ, હાલોલ ખાતે તથા 2 જુલાઇના રોજ ઘોઘંબા અને જામ્બુઘોડા ખાતે આવેલ તમામ હાઇસ્કૂલો, આઇ.ટી.આઇ. અને કોલેજોમાં એન્ટી રેગીંગ અને બાળ સંરક્ષણના કાયદા અને સ્મીમ વિશે જજઓ, પોલીસ અધિકારીઓ, પેરા લીગલ વોલ્યન્ટીયર્સ તેમજ અધિવક્તાઓ મારફ્તે કાનુની શિબિર તેમજ તાલીમ પ્રોગ્રામ યોજવામાં આવશે. મફત અને સક્ષમ કાનુની સહાય તમામ વિદ્યાર્થીઓ અને યુવક-યુવતીઓનો અધિકાર છે અને તેના માટે કાનુની સેવા સત્તા મંડળનો સંપર્ક કરી શકાય છે તે બાબતે જાગૃતિ સદર અઠવાડિયા દરમિયાન જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, પંચમહાલ- ગોધરા તરફથી ફેલાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...