ગોધરા } દાહોદ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝાલોદતાલુકામાં નેશનલ ફુડ સિક્યોરીટી બિલ અંતર્ગત માં અન્નપૂર્ણા યોજના અમલમાં આવતા તાલુકાના 54,994 રેશનકાર્ડ ધારકોમાંથી 43123 રેશનકાર્ડ ધારકોનો તેમાં સમાવેશ કરાયો છે. બાકી રહેતા 11871 કાર્ડ ધારકોને એક ઝાટકે મળતુ અનાજ બંધ કરી દેવાતા રોષની લાગણી ફેલાઇ છે. તેમજ રેશનકાર્ડની દુકાને દરરોજ દુકાનદારો અને કાર્ડ ધારકોના રકઝકના દ્રશ્યો સામાન્ય બની ગયા છે.

પ્રાપ્ત માહિતી મુજબ ઝાલોદ તાલુકામાં નેશનલ ફુડ સિક્યોરીટી બિલ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા માં અન્નપૂર્ણા યોજના અમલી બનાવાઇ છે. યોજનાના શુભારંભ પ્રસંગે ગરીબોને મળતા અનાજની મસમોટી પ્રસિધ્ધિ કરીને રાજ્ય સરકારે વાહવાહી લૂંટી હતી પરંતુ ઝાલોદ તાલુકામાં યોજના અમલી થતા તાલુકાના 54994 રેશનકાર્ડ ધારકોમાંથી 43123 રેશનકાર્ડ ધારકોને માં અન્નપૂર્ણા યોજનામાં સમાવાયા છે. જમાં અત્યોદય યોજના હેઠળ આપતા 9575 તમામ રેશનકાર્ડ ધારકોનો માં અન્નપૂર્ણા યોજનામાં સમાવેશ કરી લેવાયો છે. જ્યારે એપીએલ-1ના 23156 કાર્ડ ધારકોમાંથી 12421નો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉપરાંત બીપીએલના 21538 કાર્ડ ધારકોમાંથી 1136નો છેદ ઉડાડીને 20402 કાર્ડ ધારકોને સમાવાયા છે. જેના લીધે એપીએલ-1 અને બીપીએલના 11871 કાર્ડ ધારકોને મળતા અનાજ પર કાપ મુકી અનાજ એક ઝાટકે બંધ કરી દેવાતા રોષની લાગણી ફેલાઇ છે. જેના લીધે તાલુકા 54994 કાર્ડ ધારકોને દર માસે વ્યક્તિ દિઠ મળતા 2.40 કિલો ઘઉં બંધ થઇ ગયા છે. ઉપરાંત યોજનામાં સૌથી વધુ ફટકો બીપીએલ કાર્ડ ધારકોને પડ્યો છે. તાલુકાના 21538 બીપીએલ કાર્ડ ધારકોને કાર્ડ દીઠ 35 કિલો અનાજ અગાઉ મળતુ હતું પરંતુ યોજનામાં 20402નો સમાવેશ થતા તેઓને હવે વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ મળતુ થયું છે. જ્યારે બાકી રહી ગયેલા 11871 રેશનકાર્ડ ધારકોને ઘઉં, ચોખા, ખાંડ, કેરોસીન બધ મળતુ બંધ થયુ છે. એક તરફ મોંઘવારી વધતી જાય છે તો બીજી તરફ સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાનો પર અપાતું અનાજ મ‌ળવું બંધ થતાં ગરીબોની હાલક કપરી બની જશે એમ જાણવા મળે છે.

પુરાવાના આધારે સમાવેશની કાર્યવાહી

^ઝાલોદ તાલુકામાં માં અન્નપૂર્ણા યોજનાનો અમલ થઇ ગયો છે. જેમાં યોજનામાં બાકી રહેલા 11871 રેશનકાર્ડ ધારકોને અરજી અને સોગંદનામાની પ્રક્રિયા બાદ ગાંધીનગર મોકલી પુરાવાના આધારે માં અન્નપૂર્ણા યોજનામાં સમાવેશ કરવાની કાર્યવાહી ચાલી રહી છે.>અમિત પલાસ,ના.પુરવઠામામલતદાર ઝાલોદ

43123 કાર્ડ ધારકોનો સમાવેશ કરાયો છે

ઝાલોદ તાલુકામાં 54994 રેશનકાર્ડ ધારકો છે જેમાં APL-1 23156 અને APL-2 225, તેમજ BPL 21538 તથા અત્યોદય 9575 રેશનકાર્ડ ધારકો મળી કુલ 54994માંથી માં અન્નપૂર્ણા યોજનામાં 43123 કાર્ડ ધારકોનો સમાવેશ કરાયો છે. જ્યારે તાલુકાના 11871 કાર્ડ ધારકોનું અન્ન યોજના હેઠળ છીનવાયુ છે.

BPL કાર્ડ ધારકોને મોટો ફટકો, મહિને મળતું 35 કિલો અનાજ બંધ : માં અન્નપૂર્ણા યોજનાએ ગરીબોનું અન્ન છીનવી લીધું

ઝાલોદ તાલુકાના 11871 કાર્ડ ધારકોને મળતું અનાજ એક ઝાટકે બંધ કરાયું

અન્ય સમાચારો પણ છે...