તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • ગોધરામાં કાર્બાઇડથી પકવેલી કેરીઓના રસનંુ થતુ ધુમ વેચાણ

ગોધરામાં કાર્બાઇડથી પકવેલી કેરીઓના રસનંુ થતુ ધુમ વેચાણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરાશહેરમાં ઠેરઠેર કાર્બાઇડથી પકવેલી કેરીઓનો રસ બનાવી દશ રુપીયે પ્રતિ ગ્લાસથી ધુમ વેચાણ કરવામાં આવી રહ્યુ છે. રોજેરોજ હજારો લીટર કેરીના રસનું વેચાણ કરવામાં આવે છે. જે રસ લોકોને સ્વાસ્થ માટે હાની કારક હોવા છતા તંત્ર દ્વારા બાબતે કોઇ નક્કર પગલા ભરી આવા જથ્થાનો નાશ કરીને કાર્યવાહી કેમ કરવામાં નથી આવતી પશ્ન બન્યો છે.

ઉનાળાની શરુઆત થતા પહેલા થી ગોધરા શહેરમાં ઠેરઠેર કેરીનો રસ વેચતી હાટડીઓ ઉભી થઇ જવા પામે છે. જેમાં કેરી ની મોસમ આવતા પહેલાથી કાર્બાઇડ દ્વારા પકવેલી કેરીઓનો રસ બનાવીને તેનું ધુમ વેચાણ કરવામાં આવતુ હોય છે.જે કેરીના રસથી લોકોના સ્વાસ્થને ભારે નુકશાન પહોચતુ હોવા છતાં રોજેરોજ કેરીના આવા રસનું ગોધરા શહેરમાં વેચાણ કરાય છે.

જવાબદારો સબ સલામત સમજીને ઘોર નિદ્રામાં

લોકોના સ્વાસ્થને નુકશાનકારક રસનું છડેચોક વેચાણ

અન્ય સમાચારો પણ છે...