ગોધરામાં હોમગાર્ડ ડેના વિવિધ કાર્યક્રમો યોજાયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરામાંપંચમહાલ જીલ્લા હોમગાર્ડ યુનિટ દ્વારા તા.6ઠ્ઠી ડીસેમ્બરે હોમગાર્ડ ડેની ઉજવણી કરવામાં આવી હતી. નિમિતે શહિદ હોમગાર્ડ જવાન ઉપરાંત દેશન શહિદ જાંબાજ સૈનિકોની દેશ સેવાઓને યાદ કરીને શ્રદ્ધા સુમન વ્યકત કરવામાં આવી હતી.

તા.6ઠ્ઠી ડીસેમ્બરે હોમગાર્ડ ડેની ગોધરામાં પંચમહાલ જીલ્લા હોમગાર્ડ યુનિટ દ્વારા જુદાજુદા કાર્યક્રમો યોજી કરવામાં આવી હતી. નિષ્કામ સેવાના સૂત્રથી વિવિધ વિપરિત સમયમાં ખડેપગે રહી પાતોની નિ:સ્વાર્થ સેવા બનાવતા હોમગાર્ડના જવાનો દેશ સેવા અને સમાજ સેવા માટે હમેશા તત્પર રહે છે. ખુબ સામાન્ય વેતનથી કામ કરતા હોમગાર્ડ જવાનો માટે 6ઠ્ઠી ડિસેમ્બરે તેનો સ્થાપના દિવસ છે. ગોધરામાં પંચમહાલ જીલ્લા હોમગાર્ડના ગોધરા શહેર અને તાલુકા યુનિટે ત્રિ મંદિર પાસે સફાઇ ઝૂંબેશનું કામ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા ઝુંબેશને પ્રતિસાવ આપેલ જવાનો દ્વારા પરેડ, માર્ચપાસ્ટ જેવા કાર્યક્રમો પણ યોજયા હતા. ગોધરા શહેર તાલુકા હોમગાર્ડના સિનિયર પ્લાટુન કમાન્ડર અજીતસિહ ભાટીએ હોમગાર્ડ જવાનોની વિવિધ સેવાઓને બિરદાવી સમાજ સેવામાં ઉપયોગી થવા આહવાન કરી પ્રાથમિક સારવાર અને સ્વૈચ્છીક રકતદાન વિશે માર્ગદર્શન આપ્યુ હતુ. 300 જેટલા હોમગાર્ડ જવાનોને ઉપયોગી માર્ગદર્શન પુરુ પાડયુ હતુ.

સમાજ સેવામાં ઉપયોગી થવા આહવાન

જાંબાજ સૈનિકોની સેવા યાદ કરાઈ

અન્ય સમાચારો પણ છે...