• Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • ગોધરામાં BISના લોગો વગર વેચાણ કરનારને 2 વર્ષની સજા

ગોધરામાં BISના લોગો વગર વેચાણ કરનારને 2 વર્ષની સજા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરામાંએક વેપારી પાસેથી BIS સર્ટીફિકેટ મેળવ્યા વગર પાણીના પાઉચ બનાવીને બજારમાં વેચાણ કરતા પકડતા ગોધરાની કોર્ટે આવા ગેરકાયદેસરના પાઉચ બનાવનાર વેપારીને બે વર્ષની જેલ અને રૂ.20 હજારનો દંડનો હુકમ કર્યો છે

જાહેર જનતાના સ્વાસ્થય સાથે વેપારીઓ અને ઉત્પાદકકો ચેડા કરે અને માત્ર સલામત ખાદ્યપદાર્થો લોકોને મળી રહે તે માટે ભારત સરકાર દ્વારા ફુડ એડલટ્રેશન કાયદો બનાવવામાં આવેલો છે. લોકોને શુદ્ધ અને ચોખ્ખુ પાણી મળી રહે તે માટે પાણીના પાઉચ અને બોટલો ઉપર જરુરી કાયદેસરની વિગતો લખવી જરુરી છે. તે મુજબ પાણીના પાઉચ બનાવનાર ઉત્પાદકે સરકાર પાસેથી BIS પ્રમાણપત્ર મેળવવુ ફરજીયાત છે. પોતનો BIS પ્રમાણપત્રનો નંબર પાઉચ પર લોગો સાથે લખવુ ફરજીયાત છે. જેથી પાણીનો પાઉચ ખરીદનાર ગ્રાહક ખાત્રી કરી શકે કે પાઉચનો પાણી સ્વાસ્થ માટે ખરાબ નથી. ગોધરાના ફુડ ઇન્સપેકટર યોગેશ શાહ દ્વારા હીરાનંદ ચાંદુમલ આલમ ચંદાણીની ગોધરાની મોદીની વાડીમાં આવેલ શીવસાગર બેવરેજીસ પરથી તા.9/4/2002ના રોજ રોયલ સ્પ્રીગ મીનરલ વોટર નામનું પાણીનુ પાઉચ વેચાણથી ખરીદ કરેલુ અને પાણીનું પાઉચ તપાસણી માટે લેબોરેટરીમાં મોકલી આપ્યુ હતું. જે રીપોર્ટ આવેલ કે વેપારીઅે વેચેલ માલ BIS પ્રમાણપત્ર વગરનો છે. તેથી ફરીયાદી ફુડ ઇન્સ્પેકટરે આરોપી સામે ગોધરા કોર્ટમાં ફરીયાદ દાખલ કરી હતી. ફરીયાદ કોર્ટમાં ચાલતા પુરાવાઓ અને સરકારી વકીલ એપીપી અમીતાબેન સોલંકીની દલીલોને ધ્યાનમાં લઇને ગોધરાના ત્રીજા એડી.ચીફ.જયુડી.મેજીસ્ટ્રેટ જજ અસમીકા ભુપેન્દ્રકુમાર ભટ્ટે આરોપીને ગુનામાં કસુરવાન ઠરાવી બે વર્ષની જેલની સજા અને ~20 હજારનો દંડનો હુકમ કર્યો છે.

પાણીના પાઉચ પર પ્રમાણપત્રનો લોગો સાથે લખવુ ફરજીયાત

અન્ય સમાચારો પણ છે...