ન્યૂઝ ફટાફટ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાટડીના ફળીયામાં મકાનમાં ચોરી

ગોધરા | સારંગપુરભાટડીના જયદીપસિંહ જાદવના મકાનમાં રાત્રે મકાનના રસોડાના ઉપરના ભાગેથી નળીયા ખોલી ઘરમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ અંદર પ્રવેશ્યા બાદ ખંડમાં મુકી રાખેલ પતરાની પેટીઓ મુકી રાખેલ એક સોનાની ચેઇન 10 ગ્રામ ~18000, સોનાની બુટ્ટી એક જોડ ~8000, ચાંદીની લક્કી ~2000, ચાંદીના છડા ~2000 તથા મોબાઇલ તથા ~1200 મળી ~43 હજારની સાફસુફી કરી લઇ ગયા હતા. ગોધરા તાલુકા પોલીસને જાણ કરી હતી.

ગંગાદશહરાની શોભાયાત્રા યોજાઇ

લુણાવાડા | લુણાવાડાનગરમાં વર્ષો વર્ષની પરંપરા મુજબ તા.14 ના રોજ ગંગાદશહરાની શોભાયાત્રા લુણેશ્વર મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજીત કરવામાં આવી હતી. પરંપરા મુજબ પાલખીમાં નિકળેલ શોભાયાત્રા લુણેશ્વર મંદિર, રણછોડજી મંદિર, ગુરુમંદિર, હાટાનાકુવા, સાંઇ મંદિર, વગેરે સ્થળોએ ફરી પરત લુણેશ્વર મંદિરે આવી હતી. શોભાયાત્રામાં નગરજનોએ ઉત્સાહપૂર્વક જોડાઇને મા ગંગાની પૂજા અને આરતી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...