તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • ગોધરાના અર્બન હેલ્થ સેન્ટરમાં ધૂળ ખાતી દિવ્યાંગોની સાઇકલો

ગોધરાના અર્બન હેલ્થ સેન્ટરમાં ધૂળ ખાતી દિવ્યાંગોની સાઇકલો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરા ખાતે 28 એપ્રિલના રોજ મુખ્ય મંત્રી વિજય રૂપાણી તથા કેન્દ્વીય મંત્રી થાવરદાસ ગેહલોતની હાજરીમાં એસ.આર.પી ગ્રાઉન્ડ ખાતે દિવ્યાંગોને નિ:શુલ્ક સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાંના કેટલાક દિવ્યાંગોને સાઇકલની યોજનાનો લાભ આપ્યા વગરની સાઇકલો ગોધરાના પટેલવાડા વિસ્તારમાં આવેલ અર્બન હેલ્થ સેન્ટરમાં મુકી દેવામાં આવી હોય તેવુ લાગી રહ્યુ છે. જેના ઉપર ધુળ ચઢી ગઇ છે.તંત્રને સાઇકલોનું કોઇ મુલ્ય હોય તેમ ખુલ્લામાં મુકી દીધી છે.આગામી દિવસોમાં વરસાદ પડશે તો સાઇકલો કાટમાળમાં ફેરવાઇ જશે. રીતે મુકી રાખેલ સાધનો જોતા લાગી રહ્યુ છે કે સમાજ સુરક્ષા દ્વારા દિવ્યાંગોના તમામ સાધનોનું વિતરણ થઇ ગયેલ છે તેવુ સરકારને બતાવવા માટે તેમના ગોડાઉનો ખાલી કરી આવી રીતે અલગ અલગ સ્થળો દિવ્યાંગોના સાધનોનો પહોંચતા કરી દેવામાં આવ્યા છે. અને સરકાર દ્વારા આપવામાં આવેલી સાધન સહાય દિવ્યાંગો સુધી પહોંચતી કરવામાં આવી નથી. જો આવું હોય તો તંત્ર દ્વારા જે તે દિવ્યાંગોને તેમના હકના સાધન સહાય પહોંચતા કરવામાં આવે તે જરૂરી છે.

28મીએ દિવ્યાંગોને માટે કેમ્પ યોજાયો હતો

અન્ય સમાચારો પણ છે...