તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • ગોધરાની શાળાઓમાં જુ સી. કેજીમાં પ્રવેશ વખતે પ્રતિબંધ છતાં ઇન્ટરવ્યુ

ગોધરાની શાળાઓમાં જુ-સી. કેજીમાં પ્રવેશ વખતે પ્રતિબંધ છતાં ઇન્ટરવ્યુ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરકારદ્વારા શાળાઓમાં જુનિયર સીનીયર કે જીમાં કે બાલ મંદીરમાં પ્રવેશ માટે ઇન્ટરવ્યુ પ3થા નાબુદ કરીને પ્રકારની કોઇ કાર્યવાહી કરવા ઉપર પ્રતિબંધ લાદ્યો હોવા છતા બદી ગોધરાની શાળાઓમાં ચાલી રહી છે. અને 3.5 વર્ષની ઉમંર ધરાવતા બાળકોના વાલીઓ એડમીશન અર્થે જાય ત્યારે બાળકોને બારાક્ષરી લખવાની ફરજ પડાય છે. તેમજ ઇન્ટરવ્યુ પણ લેવામાં આવી રહ્યા છે.આમ ગોધરા ખાતેની શાળાઓમાં સરકારના પરિપત્રનો છડેચોક ભંગ કરવામાં આવી રહ્યો છે.ત્યારે તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તે જરુરી બની જવા પામ્યુ છે.

હાલમાં પ્રવેશની કાર્યવાહી ગોધરાની વિવિધ શાળાઓમાં ચાલી રહી છે.શહેરી વિસ્તારોમાં અંગ્રેજી માધ્યમની શાળા પ્રતિષ્ઠા હોવાની છાપ લોક માનસમાં ઉભી થવા પામી છે. ત્યારે શહેરી વિસ્તારોમાં વાલીઓ તથા વિધાર્થીઓના લેવાતા ઇન્ટરવ્યુ મુજબ ગોધરામાં પણ બદીએ પ્રવેશ કર્યો છે.શહેરની કેટલીક નાંમાકિત શાળાઓ કુમળા વયના બાળકોના ઇન્ટરવ્યુ લેવાની નવી પ્રથા શરુ કરી છે.ત્યારે જીલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

શાળાના શિક્ષકો દ્વારા બાળકોને બારાક્ષરી લખવાનું જણાવવામાં આવે છે

સરકાર દ્વારા જુનિયર- સીનીયર અનેે બાલ મંદીરમાં ઇન્ટરવ્યુ પ્રથા નાબુદ

અન્ય સમાચારો પણ છે...