• Gujarati News
  • દાહોદમાં રેલવે ક્વાટર્સમાં દારૂની મહેફીલ માણતાં 5 ઝડપાયા

દાહોદમાં રેલવે ક્વાટર્સમાં દારૂની મહેફીલ માણતાં 5 ઝડપાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદશહેરના રેલવે સ્ટેશન પાસે આવેલા બી કેબિન વિસ્તારમાં રાત્રે બૂટલેગરના ઘરમાં દારૂની મહેફીલ માણતાં પાંચ યુવકોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

દાહોદના રેલવે ક્વાટર્સમાં વિદેશી દારૂનો વેપાર ચાલતો હોવાની બાતમી પી.આઇ પરમારને મળી હતી. તેના આધારે રાતના 9.15 વાગ્યે પોલીસ ખાનગી વાહનો લઇને ત્યાં ધસી ગઇ હતી. ઘેરાબંધી કરીને પોલીસે છાપો મારતાં ઘરમાં દારૂની મહેફીલ માણી રહેલાં યુવકોમાં નાસભાગ મચી હતી. પોલીસે ઘટના સ્થળેથી ગોધરાના પ્રભારોડના હીરેન મનોહરલાલ અસવાણી, ગોધરાના લીલેસરા રોડની સલામત સોસાયટીના મહેબુબ હુસેન દેડકી, ગોધરામાં ગીતાપાર્કમાં કોલેજ પાછળ રહેતાં વીજય બચુ મિનામા દાહોદના રેલવે કોલોનીના વિકાસ મહેન્દ્રસિંહ રાઠોડ અને ગોદીરોડ યાદવચાલના રાજેશ સીતારામ યાદવની ધરપકડ કરી હતી.

વખતે બૂટલેગર વીજય સવસિંગ પાલિયા ફરાર થઇ ગયો હતો. તલાશીમાં પોલીસને ઘરમાંથી 11,800ની દારૂની નાની-મોટી 120 નંગ બોટલો મળી હતી. પકડાયેલા પાસેથી પણ 15,500ની કિંમતના મોબાઇલ અને ઘર આગળ પડેલી ~30 હજારની એક પલ્સર કબજે લેવાઇ હતી. પોલીસે કુલ 57,300 નો મુદ્દામાલ કબજે લીધો હતો.