• Gujarati News
  • પંચમહાલ જિલ્લામાં રોગચાળાના નિયંત્રણ માટે તંત્ર પ્રયત્નશીલ બને

પંચમહાલ જિલ્લામાં રોગચાળાના નિયંત્રણ માટે તંત્ર પ્રયત્નશીલ બને

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોમાસા દરમિયાન પંચમહાલ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ચંડીપુરમ, મેલેરીયા, ડેન્ગ્યુ જેવા રોગે માથુ ઉચકતાં કેટલાકના મોત નીપજયા છે. ત્યારે આરોગ્ય તંત્ર પોતાની ગાઢનિંદ્રા ત્વયજીને લોક આરોગ્ય સુવિધા માટે પ્રયત્નશીલ બને તેવી જિલ્લા કોંગ્રેસના મહામંત્રીએ પ્રદેશ કોંગ્રેસ સમ ા રજૂઆત કરી છે.
ચોમાસા દરમિયાન વિવિધ સ્થળોએ જુદીજુદી બીમારીઓ છેલ્લા ત્રણ ચાર વર્ષની સરખામણીમાં અનેક ગણી વધી ગઇ છે. આરોગ્ય તંત્રની નિષ્ક્રિયતાને કરાણે રોગચાળામાં અનેક લોકોના મૃત્યુ થાય છે. ડેન્ગ્યુ અને અન્ય જીવલેણ રેાગોને અંકુશમાં લેવા જરુરી પગલા ભરવા જોઇએ. તેવી માગ કરતાં પંચમહાલ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી અજીતસિંહ ભટ્ટીએ વિરોધપ ા કોંગ્રેસના નેતા શંકરસિંહ વાધેલા તથા વિરોધપ ા કોંગ્રેસના પ્રમુખ અર્જુન મોેઢવાડીયાને રજૂઆત કરી છે. જેમાં જણાવ્યુ છે કે, સેનેટરી અને આરોગ્ય વિભાગ સદંતર નિષ્ક્રીય છે. ભૂતકાળમાં પણ આ ગંભીર બાબતે રજૂઆતો થઇ છે. તેમ છતાં ચોમાસા પહેલા અને પછી જાગૃતિ દર્શાવવામાં તંત્ર ઉદાસિન બનતાં પ્રજા મુશ્કેલી વેઠી રહી છે. હાલમાં ઘોઘંબા, વેગનપુર જેવા ગ્રામ્ય વિસ્તારના ગામોમાં ચંડીપુરમ, ડેન્ગ્યુ જેવા તાવના લ ાણોવાળા દર્દીઓને ખુબ જ સહન કરવાનો વારો આવ્યો છે. કેન્દ્ર અને રાજયનું આરોગ્ય વિભાગ આવા જીવલેણ રોગ સામે જાગૃત રહેવા જરુરી પગલા ભરવા પ્રયત્ન કરે છે. પરંતુ જિલ્લાક ાાએ કોઇ પરિણામ મળતુ નથી. અત્યાર સુધીમાં ચંડીપુરમના રાજયમાં આઠ મોતના બનાવ બન્યા પછી તંત્ર સક્રિય બને તે જરુરી છે.
ગોધરા