• Gujarati News
  • ગોધરામાં કોેલેરા કેસ બાદ પાલિકાએ દવા છાંટવાની કામગીરી હાથ ધરી

ગોધરામાં કોેલેરા કેસ બાદ પાલિકાએ દવા છાંટવાની કામગીરી હાથ ધરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરાના સિગ#લ ફળિયામાં તાજેતરમાં ગંદકીના કારણે કોલેરાનો કેસ નોંધાતાં આસપાસના રહેણાંક વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાતા ગભરાહટ વ્યાપી હતી. સ્વરછતાં માટે પાલિકાના સભ્યો ફિરોજભાઇ સિંધી, અકરમ પટેલ,યાકુબ બક્કર,એ.હુસેનપોલા, અ.મજીત બક્કર,મહેબુબ પટેલ,ઉસ્માન દુલ્હી,સલીમા હઠીલા, મો.હનીફ કલંદરનાએ કચેરી પહોચીને કલેકટરને રજૂઆત કરાઇ હતી.
જો દિન ૭ માં અમલ નહી કરાય તો આંદોલનનો માર્ગ અપનાવવાની ચિમકી ઉરચરાતા જણાવ્યુ હતુ કે, લઘુમતિ વિસ્તારમાંથી તમામ વેરા વસૂલવા છતાં પાલિકા દ્રારા સફાઇ આપવામાં ઓરમાયુ વલણ રાખે છે.ત્યારે એક કોલેરાનો રોગ નોંધાતાં ઠેરઠેર ગંદકીના કારણે આગામી રોગચાળાની સ્થિતી ઉભી થવાની શકયતા અંગે ચિંતા વ્યકત કરતો અહેવાલ પ્રસિઘ્ધ કરાયો હતો.જેના પગલે એકશનમાં આવેલ પાલિકા તંત્ર સક્રિય બન્યું હતું.
સિગ્નલ ફળીયા સહિતના વિસ્તારોમાં એકશનમાં આવેલ પાલિકા દ્વારા દવા છંટકાવની કામગીરી હાથ ધરાઇ હતી. તસવીર હેમંત સુથાર
ગોધરા