• Gujarati News
  • ગોધરામાં લાયન્સ કેમ્પસ કલબના છાત્રો દ્વારા પ્રતીકાત્મક અભિષેક

ગોધરામાં લાયન્સ કેમ્પસ કલબના છાત્રો દ્વારા પ્રતીકાત્મક અભિષેક

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિવ્ય ભાસ્કરની ઝુંબેશ દૂધ અભિષેક સાર્થક બનાવવા ગોધરાની લાયન્સ કેમ્પસ કલબના વિધાથીર્ઓએ ગોધરાના હિંદુ સ્મશાનમાં આવેલ મહાકાલ મંદિરે જઇ ભકતોને વિનંતી કરી દૂધનો પ્રતિકાત્મક અભિષેક કરવા અનુરોધ કરી વધેલુ દૂધ એકત્ર કરી જરૂરિયાતમંદ નાના નાના બાળકોને વિતરણ કરી સમર્થન આપ્યું હતું.
ગોધરાની લાયન્સ કેમ્પસ કલબના પ્રમુખો, લા.પ્રો.અરૂણસિંહ સોલંકી સહિત યુવાન ભાઇ બહેનો સવારે ૭:૩૦ થી ૪ કલાક સુધી હિંદુ સ્મશાનમા આવેલ જયશ્રી મહાકાલ મંદિર ખાતે પહોંચી જઇ શિવલીંગ પર પ્રતિકાત્મક અભિષેક કરાવી દૂધ એકત્ર કર્યુ હતુ. આ દૂધમાં ત્યાર બાદ ખાંડ, એલચી સાથે ગરમ કરી બાળકોને તથા જરૂરિયાતમંદ કુટુંબોને વિતરણ કરવામાં આવ્યુ હતુ. બાળકોએ દૂધ પી જે તૃપ્તી અનુભવી તેનાથી જે જે ભકતોએ દૂધનો પ્રતીકાત્મક અભિષેક કરી વધારાનું દૂધ આ બાળકોને પિવડાવ્યુ તેમની પ્રાર્થના જાણે કે પૂર્ણ થઇ હોય તેવુ લાગતુ હતુ. કોલેજના યુવાન વિધાર્થી ભાઇ બહેનોને આ પ્રસંગે સ્મશાન ખાતેના મંદિરે શિવધૂન પણ બોલાવી હતી, અને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.
ગોધરા