તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • અધિકારીઓ શાળા પ્રવેશોત્સવમાં રોકાતા લાભાર્થીઓ અટવાયા

અધિકારીઓ શાળા પ્રવેશોત્સવમાં રોકાતા લાભાર્થીઓ અટવાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરાનીકલેકટર થી જીલ્લાપંચાયત તથા અન્ય કચેરીઓના અધિકારીઓ શાળા પ્રવેશોત્સવમાં રોકાયેલા હોવાને લઇને અસંખ્ય લાભાર્થીઓ અટવાયા હતા. અને વિકાસના કામો નહી થતાં ખાલી હાથે પરત ફરવાનો વારો આવ્યો હતો.

પંચમહાલની વિવિધ પ્રાથમિક શાળાઓમાં શાળાપ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરાઇ રહી છે. માટે વર્ગ 1-2ના તમામ અધિકારીઓને ઓછી શૈક્ષણિક ગુણવત્તા તથા કન્યાઓની પાંખી હાજરી વર્તાઇ રહેતી હોવાથી શિક્ષણ આલમમાં ચિંતાની લાગણી વ્યાપી ગઇ છે. આથી સરકાર દ્રારા તમામને આવી નિયત કરાયેલા રુટ આધારેની શાળાઓની મુલાકાત લઇને માર્ગદર્શન આપે તેવા હેતથી ઓર્ડર અપાયા છે.

તા. 8થી 10 સુધી તમામે રોજની ત્રણ શાળઓની મુલાકાત માટે જણાવાતા આજે પ્રથમ દિવસ ગુરુવારથી ગોધરા સ્થિત આવેલી જીલ્લા પંચાયત, કલેકટર કચેરી, જીઇબી, જીલ્લા શિક્ષણાધિકારી કચેરી, આરટીઓ તથા અન્ય કચેરીના મુખ્ય અધિકારીઓ નિયત શાળઓમાં પહોચી ગયા હતા પરંતુ તેઓની ગેરહાજરીના કારણે ગ્રામ્ય વિસ્તારમાંથી કામકાજ અર્થે આવેલા અસંખ્ય લાભાર્થીઓ વહેલી સવારથી જેતે કચેરીમાં પહોચી ગયા હતા. પરંતુ તેઓની મુલાકાત નહી મળતા તેઓને ગોધરાનો ફેરો ફોગટ નીવડ્યો હતો અને ત્રણ દિવસ સુધી પોતાના કામ ખોરંભે પડવાની શક્યતા સેવાઇ રહી છે. હાલમાં પ્રવેશ ચાલી રહ્યો છે. અને જાતીના તથા આવકના દાખલા નહી મળતા તેઓને ખાલી હાથે પરત ફરવાનો વારો આવ્યો છે.

ગોધરાની વહિવટી કચેરીઓના અધિકારીઓ રોકાયા

ખાલી હાથે પરત ફરવાનો વારો આવતા નારાજગી

અન્ય સમાચારો પણ છે...