• Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • સિંચાઇના મુદ્દે ઢેંસિયા ચોકડી પાસે ખેડૂતોના ઉપવાસ

સિંચાઇના મુદ્દે ઢેંસિયા ચોકડી પાસે ખેડૂતોના ઉપવાસ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લુણાવાડાનાઢેસિયા સહિતના આઠ જેટલા ગામોમા ભાદર યોજનાની નહેરો શોભાના ગાંઠીયા સમાન છે.આથી જમીનને સિંચાઇનો લાભ આપવાની માંગણી આજદિન નહી સંતોષતાં ખેડૂતો પુ:ન લડાયક મૂડમાં આવીને મંગળવારે ઢેસીયા ચોકડી પાસે પોલીસ બંદોબસ્ત વચ્ચે ભરતાપમાં બે આગેવાનો આમરણ અનસન તથા 100 જેટલા ખેડૂતો પ્રતિક ઉપવાસ ઉપર ઉતરતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે.

લુણાવાડાના ઢેસીયા, ભલાડા, જીતપુર, વેડ,ચાંપેલી,કસલાલ,દલવાઇ સાવલી આગરવાડા વગેરે ભારદની નહેર નેટવર્ક છતાં એકપણ વખત પાણી મળ્યુ નથી.. ઢેસીયા આસપાસનો આશરે ત્રણ હેકટર જમીન પાણીથી તરસી છે. 5 કી.મી માં વહેતી મહીસાગર નદીમાં વિપુલ જળ ધરાવે છે. બીજી બાજુએ પાંચ કી.મી. અંતરે વરધરી ગામનું સિંચાઇ તળાવ સુજલામ સુફલામ નહેર વડે જોડાયેલ છતાં લાભ મળતાં પૂરતુ પાણી વિના ખેતી કરી શકતા નથી. ઠેરઠેર ભાદર યોજનાની નહેરો શોભાના ગાંઠીયા સમાન છે. વરધરી સિંચાઇ તળાવનું પાણી માત્ર મર્યાદીત વિસ્તારમાં લાભ મળતાં પાણી જળરાશી વપરાયા વિનાની રહે છે. વળી સુજલામ સુફલામ નહેરમાં પાણી પણ વરધરી તળાવની જરુર પડે ભરી શકાય તેવી વ્યવસ્થા ઉપલબ્ધ છે. આમ સુચતિ ગામ ઢેસીયા તથા આસપાસના બિન સિંચિત વિસ્તારને પાણીથી સિંચિત કરવા માટે માત્ર યોગ્ય વ્યવસ્થા કરી આયાજનબદ્ધ પાણી સુકા વિસ્તારમાં વહેવડાવવુ જરુરી છે. તેવી માંગ કરતાં ખેડૂત સંગઠને 35 વર્ષેાથી પાણીથી સુવિધા આપવા વેડ ગામના ડુંગરની ધારેથી અંદાજે પાંચ કી.મી. ઉંડાઇના ખોદકામોમાંથી જો 6 કી.મી.ના અંતર સુધી નવીન નહેર પસાર કરવામાં આવે તેવી માંગ સંદર્ભે ગત તા.21થી 30 એપ્રિલ સુધી વિવિધ કાર્યક્રમોની ચિમકી બાદ તંત્રે આશ્વાસન આપ્યા બાદ આજદિન સુધી કોઇ પરિણામ આવતાં પુ:ન ખેડૂતો લડાયક મૂડમાં આવીને લડત આદરવાની શરુઆત કરી છે.મંગળવારની સવારથી મંડપ બાંધીને ઢેસીયા ચોકડી પાસે બે આગેવાનો એમ.જે.પટેલ તથા જયપાલસિંહ ગોહિલે આમરણ અનસન તથા 100 જેટલા ખેડૂતો ગરમીની પણ પરવા કર્યા વગર ભરતાપમાં પ્રતિક ઉપવાસ ઉપર ઉતરતા ગ્રામજનોએ પણ સર્મથન આપ્યુ છે.

ગોધરા

કાળઝાળ ગરમીમાં 100 ઉપરાંત ખેડૂતોના પ્રતિક ઉપવાસ અને બે ખેડૂતોએ આમરણ અનશન કરતાં તંત્રમાં દોડધામ

લુણાવાડાના ઢેસિયા સહિતના આઠ જેટલા ગામોમાં ભાદર યોજનાની નહેરો શોભાના ગાંઠિયા સમાન બનતાં ખેડૂતો આક્રમક મુડમાં

^આ સિંચાઇ સુવિધા માટે સ્થળ મુલાકાત લઇને સર્વ કરાયા બાદ અહેવાલ ઉચ્ચ વિભાગને મોકલી અપાયેલો છે. અને કાર્યવાહી ચાલે છે.અત્યારે સુજલામ સુફલામ નહેરમાંથી ભાદર કેનાલમાં બે કિમી પાઇપની જરુરિયાત છે.પણ તેઓની માંગણી નૂરપુરથી છેક તળાવ સુધીની હોઇ અન્ય જીલ્લાની હદ હોવા છતાં હિંમતનગર પત્ર વ્યવહાર કરાયો છે. > એ.એચ.ટેલર,ના.કા.ઇ,ભાદરકેનાલના પેટા વિભાગ

સર્વ અહેવાલ મોકલાવાય બાદ કાર્યવાહી ચાલુ છે

નજીકના દિવસોમાં પુ:ન કાર્યક્રમનુ આયોજન

^છેલ્લા એક માસથી કરાતી રજૂઆતનોને ધ્યાને લેવાતી નથી.આથી જ્યાં સુધી માંગણી નહી સંતોષાય ત્યાં સુધી અનસન જારી રહેશે અને જરુર પડે અગાઉ આપેલા કાર્યક્રમો જે મુખ્યમંત્રીના આગમનને લઇને મોકુફ કર્યા હતા. જે નજીકના દિવસોમાં પુ:ન આયોજન કરીને સરકારની ઉંઘમાંથી જગાડીશુ. > મનુભાઇપટેલ, ખેડૂતઅગ્રણી

ઢેસિયા સહિતના આઠ જેટલા ગામોમા સિંચાઇ પાણીના પ્રશ્ને ખેડૂતોના પ્રતિક ઉપવાસ ઉપર બેઠા હતા.

અન્ય સમાચારો પણ છે...