• Gujarati News
  • પંચમહાલ જીલ્લા ઉદ્યોગ કેન્દ્રના કલાર્ક ~2,500ની લાંચ લેતા ઝડપાયા

પંચમહાલ જીલ્લા ઉદ્યોગ કેન્દ્રના કલાર્ક ~2,500ની લાંચ લેતા ઝડપાયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પંચમહાલજીલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં ફરજ બજાવતા સિનિયર કલાર્ક તેમજ તેમનો એજન્ટ ~2,500ની લાંચ લેતા મંગળવારના રોજ એસીબીના હાથે આબાદ ઝડપાઇ ગયા હતા. જેને પગલે લાંચિયા અન્ય કર્મચારીઓમાં પણ સોંપો પડી ગયો હતો. નોંધનિય છેકે, દૂધાળા પશુની લોન માટે બેંકમાં મોકલવામાં આવતા ભલામણ પત્ર માટે લાંચની માંગણી કરાઇ હતી.

એસીબી સૂત્રો પાસેથી જાણવા મળ્યા અનુસાર ગોધરા સ્થિત કલેકટરાલયના કમ્પાઉન્ડમાં આવેલી પંચમહાલ જીલ્લા ઉદ્યોગ કેન્દ્રની કચેરીમાં સિનિયર કલાર્ક તરીકે ફરજ બજાવતા ઇશ્વર ડીટાજી પાંડોર દ્વારા દૂધાળાપશુની લોન માટે બેંકમાં અપાતા ભલામણ પત્ર આપવા માટે લાભાર્થી અશ્વીનકુમાર ગીરધરભાઇ બારીઆ(રહે.ભાણપુરી, તા.જાંબુઘોડા) પાસે રૂા.2500ની લાંચની માંગણી કરવામાં આવી હતી. જેથી તેઓના એજન્ટ ગણાતા રમેશભાઇ વેચાતભાઇ મછારને સાથે રાખી ઉપરોકત રકમ મંગળવારના રોજ બપોર બાદ ગોધરા સ્થિત કચેરીમાં આપવા પહોંચ્યા હતા. પરંતુ પૂર્વે તેઓએ પંચમહાલ જીલ્લા એસીબી પીઆઇ વી.જે.રાઠવાનો સંપર્ક કરી તમામ હકીકત જણાવી દીધી હતી. જેને અનુલક્ષીને બપોરના સમયે એસીબી દ્વારા છટકુ ગોઠવવામાં આવ્યુ હતુ. બીજી તરફ રૂા.2500 રકમ લઇ લાભાર્થી સિનિયર કલાર્કનાના કહેવાતા એજન્ટ રમેશ વેચાતભાઇ મછારને કચેરીમાં આવેલ બાથરુમ પાસે નકિક કરેલ રકમ એજન્ટને આપી હતી. દરમ્યાન તેઓ છટકામાં આબાદ ઝડપાઇ ગયા હતા. જીલ્લા ઉદ્યોગ કેન્દ્રના કર્મચારી લાંચ લેતા ઝડપાયા હોવાની જાણ થતા અન્ય લાંચિયા કર્મચારીઓમાં પણ સોંપો પડી ગયો હતો. બીજી તરફ એસીબી દ્વારા અંગે ગુનોનોંધી કર્મચારીની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

ગોધરા

આઇ. ડી. પાંડોર