• Gujarati News
  • નવરચિત મહિસાગર જિલ્લામાં પ્રાથમિક શિક્ષક સંઘની રચના કરાઇ

નવરચિત મહિસાગર જિલ્લામાં પ્રાથમિક શિક્ષક સંઘની રચના કરાઇ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પંચમહાલમાંથીવિભાજીત થયેલ મહિસાગર જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની રચના માટે લુણાવાડામાં કારોબારી મળેલી બેઠકમાં 100 ઉપરાંત પ્રતિનિધિ સભ્યો હાજર રહ્યા હતા. શિક્ષકોના વિવિધ પ્રશ્નોની ચર્ચા કર્યા બાદ પ્રમુખ, મહામંત્રી,ખચાનચી,રાજ્ય પ્રતિનિધીની યોજાયેલી ચુંટણીમા નવનિયુક્તોની બિનહરિફ વરણી કરવામાં આવી હતી.

તાજેતરમાં પંચમહાલ જીલ્લા પ્રાથમિક શિ્ક્ષક સંઘની રચના બાદ પંચમહાલ જીલ્લામાંથી વિભાજીત થયેલ નવરચિત મહિસાગર જીલ્લા પ્રાથમિક શિ્ક્ષક સંઘની નવ રચના તથા અન્ય પડતર પ્રશ્નોની ચર્ચા કરવા માટે લુણાવાડાની ડો.પોલન સ્કૂલમાં જીલ્લા કારોબારી સભાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં અગાઉ રાણેજીની પાદેડીમાં મળેલી સભા બાદ બેઠકમાં પ્રમુખ ભાર્ગવભાઇ પટેલે તમામ તાલુકા ઘટકમાંથી પધારેલા હોદ્દેદારો તથા સભ્યો સહિત 100 ઉપરાંત પ્રતિનિધિઓને માર્ગદર્શન આપ્યુ હતુ.ત્યાર બાદ સર્વસંમિતથી મહિસાગર જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં પ્રમુખ તરીકે ભાર્ગવભાઇ પટેલ-સંતરામપુર,મહામંત્રી તરીકે નિમેશ સેવક બાલાશિનોર, ખચાનચીમાં હસમુખભાઇ જોષી- ખાનપુર અને રાજ્ય પ્રતિનિધ તરીકે વિજયસિંહ ગોહિલ લુણાવાડાની બિનહરિફ વરણી કરાઇ હતી.બાદમાં જીલ્લાના ઘટકના પ્રમુખ-મંત્રી તથા સૌ કારોબારી સભ્યોએ અનુમોદન આપી નિમણુંકને વધાવી હતી.નવા પ્રમુખ, મહામંત્રીએ શિક્ષકોના પ્રાણપ્રશ્નો સૌ મળીને ઝડપથી ઉકેલવાની હૈયાધારણા આપી હતી.ે જરુર પડે તો ગાંધીનગર સુધી પહોચીને પણ કામગીરી પૂર્ણ કરવાની ખાત્રી અાપી હતી.