તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • યોગ્ય સાફ સફાઈ અને જાળવણીના અભાવે વોક વે બિસ્માર હાલતમાં

યોગ્ય સાફ સફાઈ અને જાળવણીના અભાવે વોક વે બિસ્માર હાલતમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરાનાનહેરૂ બાગ પાસે ખાસ વોક-વે બનાવવામાં આવ્યુ હતુ પરંતુ યોગ્ય સાફ સફાઈ અને જાણવળીના અભાવે બિસ્માર હાલતમાં છે. ઠેર ઠેર ઝાડી ઝાંખરા ઉગી નિકળયા છે. તેમજ બાગમાં ઠેર ઠેર ગંદકીના કારણે મચ્છરજન્ય રોગની સંભાવના સેવાઇ રહી છે. આમ ગોધરા શહેરના નહેરુબાગમાં પાલીકા દ્વારા નિયમીત સાફ સફાઈ કરી,સ્વચ્છ અને સુંદર બનાવા માટે વિકાસ કરવામાં આવે તેવી માંગ ઉભી થઇ છે.

ગોધરા શહેરમાં હરવા ફરવા માટેનુ એકમાત્ર સ્થળ હોય તો તે શહેરની મધ્યમાં આવેલુ નહેરુબાગ છે. સિનિયર સિટિઝન તથા શહેરીજનો રોજ સવારે અને સાંજે મોટી સંખ્યામાં હરવા ફરવા માટે બગીચામાં આવતા હોય છે. બગીચાના પાછળના ભાગે શહેરીજનો રોજ ચાલી શકે તે માટે ગોધરા નગરપાલીકા દ્વારા જે તે સમયે ખાસ વોક-વે બનાવવામાં આવ્યુ હતુ અને નગરજનો મોટી સંખ્યામાં સવારે અને સાંજે તેનો ઉપયોગ પણ કરતા હતા. પરંતુ છેલ્લા ઘણા સમયથી વોક વે પથ પાલીકાતંત્રની યોગ્ય સાફ સફાઈ અને જાણવળીના અભાવે બિસ્માર હાલતમાં છે. ઠેર ઠેર ઝાડી ઝાંખરા ઉગી નિકળયા છે, જેની ઘણા સમયથી પાલીકા દ્વારા સફાઈ કરવામાં આવતા વોક વે પથ સાંકડો થવાની સાથે બીન ઉપયોગી થયેલ છે. ઠેર ઠેર દુર્ગંધ મારતી ગંદકી જોવા મળે છે,જેના કારણે પણ શહેરીજનો હવે વોક વે પર ચાલવાનુ ટાળી રહ્યા છે. ગોધરા પાલીકા તંત્ર દ્વારા શહેરના નહેરુબાગને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે કેટલા રૂપિયા ખર્ચ કર્યા છે સહિતની તપાસ જો કરવામાં આવે તો પાલીકાતંત્રના જવાબદારો દ્વારા આચરવામાં આવેલ ભ્રષ્ટાચાર ઉજાગર કરાય તેમ છે.

નિયમિત સાફ સફાઈ કરી,સ્વચ્છ અને સુંદર બનાવવા માટે માંગ

ગોધરાના નહેરુબાગમાં પાલિકા દ્વારા બનાવવામાં આવ્યું હતંુ

ગોધરા શહેરના નહેરુબાગમાં પાલીકા દ્વારા નિયમીત સાફ સફાઈ યોગ્ય જાણવળીના અભાવે વોક વે બિસ્માર હાલતમાં જણાય છે. તસવીરહેમંત સુથાર

અન્ય સમાચારો પણ છે...