તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • ગોધરાના ગાયત્રી મંદિરે ગુરુવારે સર્વપિતૃ શ્રાદ્ધ તર્પણ વિધિનું આયોજન કરાયું

ગોધરાના ગાયત્રી મંદિરે ગુરુવારે સર્વપિતૃ શ્રાદ્ધ તર્પણ વિધિનું આયોજન કરાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજેગુરૂવારે સર્વ પિતૃ અમાસના દિવસે ગોધરા ગાયત્રી મંદિરમાં સમૂહમાં શ્રાદ્ધ તર્પણની વિધિ રાખવામાં આવી છે. જેમાં ભાગ લઇ કોઇ પણ વ્યક્તિ પોતાના સ્વજનોની શ્રાદ્ધ તર્પણ વિધિ કરી શકશે અને પિતૃ ઋણ અદા કરી શકશે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ભાદરવા મહિનામાં પૂનમથી અમાસ સુધી એમ સોળ દિવસ એટલે કે 16 તિથિઓને પિતૃ આરાધના એટલે કે શ્રાદ્ધ તર્પણની તિથિઓ ગણી છે. અમાસને સર્વ પિતૃ અમાવસ્યા તરીકે ઓળખવામાં આવે છે. જેને પોતાના સ્વજનોના મરણની તિથિ યાદના હોય તેમજ જે તે તિથિએ શ્રાદ્ધ સંજોગોવસાત્ કરી શકાયું ના હોય તો તેવી વ્યક્તિઓ અમાસના દિવસે શ્રાદ્ધ કરે છે. તથા ત્રણ પેઢી સુધીના તમામ માતૃપિતૃઓ તથા સ્નેહીજનો તેમજ માનવસર્જિત કે કુદરતી હોનારતમાં મૃત્યુ પામેલા તેમજ દેશભક્ત-શહીદો, સંતો, સજ્જનોનું ઋણ ચૂકવવા શ્રાદ્ધ તર્પણ વિધિ અમાસના દિવસે કરી શકાય છે. ગોધરામાં ગાયત્રી પરિવાર દ્વારા ગુરૂવારના રોજ સવારે 8.૩૦ વાગ્યાથી શ્રાદ્ધતર્પણ વિધિનું આયોજન કરવામાં આવ્યુ છે.

એક માત્ર હિન્દુ ધર્મમાં શ્રાદ્ધતર્પણ વિધિનું અનેરુ મહત્વ દશાવે છે કે પોતાના પૂર્વજોને ભૂલાય નહિ કારણ કે તેઓ દ્રારા આપણને માનવજન્મ આપવાની સાથે પુથ્વી પર મહમૂલો અવતાર આપ્યો છે.અને સમાજ માટે કાંઇક કરવાની ભાવના અને સંસ્કાર આપ્યા છે. ત્યારે તેઓના ઋણ ચૂકતે કરવા માટે દર વરસે શ્રાદ્ધતર્પણ વિધિનું આયોજન કરવામાં આવે છે. તેમ દર વર્ષે ગોધરાના ગાયત્રિ મંદિરમાં અમાવસ્યાએ શ્રાદ્ધતર્પણ વિધિ આયોજીત કરતાં મોટી સંખ્યામાં અનુયાયીઓ ભાગ લેનાર છે. અને પોતાના પિતૃઓને તર્પણ કરીને યાદ કરવામાં આવનાર છે.

સ્વજનોની શ્રાદ્ધ તર્પણ વિધિ કરશે

મોટી સંખ્યામાં અનુયાયીઓ લાભ લેશે

અન્ય સમાચારો પણ છે...