તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • ક્રાઇમ પેટ્રોલ સિરિયલ જોઇને હત્યાનો પ્લાન ઘડાયો હતો

ક્રાઇમ પેટ્રોલ સિરિયલ જોઇને હત્યાનો પ્લાન ઘડાયો હતો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરા તાલુકાના છબનપુર ગામે સળગેલી વાનમાં ભડથુ થઇ ગયેલી મળી આવેલી લાશ હવે અરવિંદની નહી પરંતુ તેના મિત્રની હત્યા કરી હોવાની કબુલાત વચ્ચે પોલીસ દ્વારા ચોવીસ કલાકથી તલસ્પર્શી પુછતાછ ચાલી રહી છે. તેમજ ક્રાઇમ પેટ્રોલ સિરિયલ જોઇને હત્યાનો પ્લાન ઘડ્યો હોવાનું પણ કહ્યુ હતું.

ગોધરાના છબનપુર ગામે રવિવારના રોજ વાનમાં સળગેલી હાલતમાં મળી આવેલી લાશ પ્રકરણમાં અરવિંદ જીવીત પાછો આવતા પોલીસે તપાસ લંબાવી છે. સિવિલ હોસ્પિટલના બર્નસ વોર્ડમાં સારવાર લઇ રહેલા અરવિંદની પુછતપાછ ચાલી રહી છે. બે થી ત્રણ અધિકારીઓ દ્વારા કરાયેલી પુછપરછમાં અલગ અલગ જવાબ આપે છે. બીજી તરફ રાત્રીના સમયે આવતી ક્રાઇમ પેટ્રોલીંગ સિરિયલ જોતો હતો. જેમાં બતાવાતી અલગ અલગ ઘટનાને આધારે સમગ્ર હત્યાનો પ્લાન ધડ્યો હતો. સૌ પ્રથમ મારા મિત્રને ફરવાના બહાને મારી મારૂતી વાનમાં લઇ ગયો હતો. તેને જુદા જુદા સ્થળ ઉપર ફેરવી પરત લાવ્યો હતો. અમે રસ્તામાં જમ્યા પણ હતા અને પેટ્રોલ ભરેલુ કેન પણ લીધુ હતું. અને રાત્રીના દોઢ બે વાગ્યાના અરસામાં આવતા ભલો સુઇ ગયો હતો. જેથી ધર તરફ જવાના રસ્તાના અવાવરૂ સ્થળે કાર ઉભી રાખી હતી. અને ઉધંતા તેને માથામાં મારી પેટ્રોલ થી સળગાવી મોતને ધાટ ઉતાર્યો હતો. જોકે વખતે હું દાઝી જતા ચાલતો ચાલતો રેલવે સ્ટેશન પહોંચ્યો જોકે મારો શર્ટ તથા પેન્ટ બળી ગયો હોવાથી રેલવે સ્ટેશન

...અનુસંધાન પાના નં.2

આરામ ફરમાવતા લોકોમાંથી એક પેન્ટ મે પહેરી લીધો હતો. ત્યાર બાદ ગોધરા બસ સ્ટેશન પહોંચી બસમાં બેસીને દાહોદ પહોંચ્યો હતો. જ્યાં સરકારી દવાખાનમાં સારવાર કરાવી હતી. જોકે મારી પાસે પૈસા હોવાથી પરત વાહનમાં ગોધરા આવ્યો હતો. તેવી વાત જણાવી રહ્યો છે. તો કેટલીક વાર ટ્રકમાં બેસીને ગયો હોવાની વાત કરી રહ્યો છે. આમ પોલીસને પણ ગોળ ગોળ ફેરવી રહ્યો છે. નોંધનીય છેકે, કોઇ અંગત અદાવતના કારણે હત્યા કરાઇ હોવાનું કહેવાય છે. અને હત્યા તેના મિત્રની થઇ હોવાનુ કહેવાય છે. હાલ પોલીસ દ્વારા દરેક પહેલુ ઉપર તપાસ બાદ કાંઇ કહેવાનું જણાવ્યુ છે.

મિત્રને ફરવા વાનમાં લઇ ગયો હતો

છબલપુરમાં વાન ભડથંુ થઇ હતી

અન્ય સમાચારો પણ છે...