તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • વરસાદી પાણી તથા ખાડાને કારણે લોકોને પસાર થવંુ મુશ્કેલ થઇ પડ્યું

વરસાદી પાણી તથા ખાડાને કારણે લોકોને પસાર થવંુ મુશ્કેલ થઇ પડ્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરાશહેરના અંકલેશ્વર મહાદેવ રોડ ઉપર નગર સેવા સદન દ્વારા કોઇ પ્રકારની મરામંત કામગરી કરવામાં આવી નથી. તેમજ વરસાદી પાણી તથા ખાડાને કારણે વાહન ચાલક તથા રાહદારીઓને પસાર થવામાં ભારે મુશ્કેલી સર્જાઇ રહી છે.

પ્રાપ્ત માિહતી અનુસાર, ગોધરા શહેરના અંકલેશ્વર મહાદેવ રોડની હાલત બત્તર થઇ ગઇ છે. ભારે વરસાદ તથા ભુર્ગર્ભ ગટર લાઇનના કારણે અનેક સ્થળ ઉપર ખાડા પડી ગયા છે. પાલિકા દ્વારા કોઇ પ્રકારની કામગીરી નહી કરતા વાહન ચાલક તથા રાહદારીઓને પસાર થવામાં ભારે વિપદા પડી રહી છે. વરસાદી ગંદા પાણીના ખાબોચીયાને કારણે કેટલાક વાહનો ફસાઇ જવાના પણ બનાવ બની રહ્યા છે. તેમજ કેટલાક પડી પણ ગયા છે. અંગે નગર સેવા સદન પાલિકા સત્વરે જાગે અને વહેલામાં વહેલી તકે કામગીરી કરે તે જરૂરી બન્યુ છે.

સાંજના સમયે મોટી સંખ્યામાં વિસ્તારમાંથી વાહનોનું આવન જાવન રહે છે. ગંદા પાણીના ખાબોચીયાના કારણે વાહન ચાલક તથા રાહદારીઓને પસાર થવામાં ભારે મુશ્કેલી સર્જાઇ રહી છે.

ઉલ્લેખનીય છેકે, નગર સેવા સદન દ્વારા રોડ ઉપર કોઇ પ્રકારની મરામંત કામગરી કરવામાં નહીં આવતા રહીશો તથા વાહન ચાલકોમાં રોષ ફેલાયો છે.

જોકે વરસાદી પાણી તથા ખાડાને કારણે વાહન ચાલક તથા રાહદારીઓને પસાર થવામાં ભારે મુશ્કેલી સર્જાઇ રહી છે. આમ પાલિકા તંત્ર દ્વારા વહેલામાં વહેલી તકે કામગીરી કરવામાં આવે તે જરૂરી બન્યુ છે.

વહેલામાં વહેલી તકે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવે તે જરૂરી

તાજેતરમાં રોડ બન્યો હતો

ગોધરાશહેરના અંકલેશ્વર મહાદેવ રોડ ઉપર અંડર ગ્રાઉન્ડ ગટરની પાઇપ લાઇન નાંખ્યા બાદ તાજેતરમાં નવીન રસ્તો બનાવવામાં આવ્યો હતો. પરંતુ કોન્ટ્રાક્ટરના અણઘડ વહીવટના કારણે રસ્તો બે મહિનામાંજ તુટક ફુટક બની ગયો છે. જેથી તંત્ર દ્વારા તપાસ આરંભવામાં આવે તે જરૂરી છે.

ઠેરઠેર ખાડા તથા પાણી ભરાયા છે

ભારેવરસાદ તથા ભુર્ગર્ભ ગટર લાઇનના કારણે અનેક સ્થળ ઉપર ખાડા પડી ગયા છે. પાલિકા દ્વારા કોઇ પ્રકારની કામગીરી નહી કરતા વાહન ચાલક તથા રાહદારીઓને પસાર થવામાં ભારે વિપદા પડી રહી છે. આમ ઠેર ઠેર ખાડાથી ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

ગોધરાના અંકલેશ્વર મહાદેવ રોડ પર તંત્ર દ્વારા કામગીરી કરાઇ નથી

અન્ય સમાચારો પણ છે...