તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • ગોધરા તાલુકાના પેન્શન મંડળનુ 31મંુ સંમેલન ગોધરામાં યોજાયું

ગોધરા તાલુકાના પેન્શન મંડળનુ 31મંુ સંમેલન ગોધરામાં યોજાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરાતાલુકાના પેન્શન મંડળનુ 31મુ સંમેલન ગોધરામાં યોજાતા નિવૃતો હાજર રહ્યા હતા ઉપસ્થિત આગેવાઓએ લાંબા સમયથી નિવૃત કર્મીઓના પ્રશ્ર પડતર છે.

ગોધરાની શારદા મંદિર હાઇસ્કૂલમાં આયોજીત ગોધરા તાલુકાના પેન્શન મંડળનુ 31મુ સંમેલનની શરુઆતમાં સ્વર્ગસ્થ પેન્શનરોને તેમન પ્રમુખ સ્વામીના માનમાં મૌન પાળવામાં આવ્યુ હતુ. મહેમાનોનો પરિચય ઉપપ્રમુખ રમેશભાઇ રાહે આપી મહેમાનોને હોદેદારો દ્રારા સાલ,પાકિટ તથા પેન આપી પૂષ્પગુચ્છથી સન્માન કરાયુ હતુ. માજી પ્રમુખ જશવંતભાઇ પટેલે સંગઠન ઉપર ભાર મૂકતા જણાવ્યુ હતુ , મહામંત્રી અ.મુનાફ શેખે વર્ષ દરમ્યાન અહેવાલનુ વાંચન કર્યુ અને વર્ષ દરમ્યાનના નિકાલ કરેલા પ્રશ્રો જણાવ્યા હતા. પ્રમુખે માર્ગદર્શન અને ખચાનચી ખુશાલાલે વર્ષ 15-16ના હિસાબો રજૂ કર્યા હતા જે સભાએ મંજૂર કર્યા હતા. વડોદરા પેન્શન સમાજના કન્વીનર મણીલાલ સુથારે પેન્શનરોના પ્રશ્રો બાબતે સરકાર સાથે કરેલી કાર્યવાહીની માહિતિ આપી હતી. આર બી કારવાળાએ રમૂજી શૈલીમાં સંબોધન કર્યુ હતુ. 70 વર્ષ થયા હોય તેવા સભ્યોનુ સાલ ઓઢાવી સન્માન પત્ર આપ્યુ હતુ. ત્રણ વર્ષ માટે હોદેદારો તથા બારોબારી સભ્યોના નામને બહાલી આપી હતી.

આગામી સમયમાં પૂન: રજૂઆત કરવાનુ નક્કી કરાયુ

લાંબા સમયથી નિવૃત કર્મીઓના પડતર પ્રશ્રે ચર્ચા

અન્ય સમાચારો પણ છે...