• Gujarati News
  • ગોધરા શહેરમાંથી એક રાતમાં બે મોટર સાઇકલની ચોરી થયાની રાવ

ગોધરા શહેરમાંથી એક રાતમાં બે મોટર સાઇકલની ચોરી થયાની રાવ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરા |ગોધરા સિવિલ હોસ્પિટલ સર્જનની ઓફિસ બહાર ડૉ.અક્ષય હસમુખલાલ ઉપાધ્યાયએ પોતાની મોટર સાઇકલને તાળુ મારી મુકી હતી. દરમિયાન કોઇ ઉઠાવગીર બાઇકની ચોરી કરી પલાયન થયા હતા. બીજા બનાવની માહિતી મુજબ ગોધરાના સાંપા રોડ પરની ભક્તિનગર સોસાયટીમાં રહેતા સરદારસિંહ આરતસિંહ બારિયાની બાઇક રાતે લોક મારી મુકી હતી. કોઇ તસ્કર તેની ચોરી કરી ગયા હતા.