• Gujarati News
  • લોન પાસ કરવા કર્મચારીની યુવતી પાસે અઘટિત માગણી

લોન પાસ કરવા કર્મચારીની યુવતી પાસે અઘટિત માગણી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લાઉદ્યોગ કેન્દ્ર ગોધરાના કર્મચારી દ્વારા લોન પાસ કરવાના કેસમાં એનજીઓ સાથે સંકળાયેલી યુવતી પાસે અઘટિત માંગણી કરી હોવાના આક્ષેપે ચકચાર જગાવી છે. સાથે યુવતીએ નાયબ કલેકટર સમક્ષ લેખિતમાં રજૂઆત કરતાં વધુ તપાસ પોલીસવડાને અરજી મોકલી આપી છે.

ગોધરામાં એક એનજીઓ સાથે સંકળાયેલી યુવતીએ કલેકટર સમક્ષ કરેલી અરજીમાં જણાવ્યા અનુસાર તેના ભાઇના નામે ફરસાણના ધંધા માટે લોનની અરજી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ગોધરામાં કરી હતી. જેમાં જરૂરી કાગળો તથા લોન વિશે વાતચીત કરવા સાથે એમ જણાવી કચેરીના કર્મચારી આર.સી.શાહ (આંકડા મદદનીશ) દ્વારા તેને ફોન કરી વાતચીત કરી હતી, અને કહ્યું હતુ કે, તમારી લોન પાસ થઇ જશે. યુવતીએ કરેલી અરજીમાં વધુમાં જણાવાયું છે કે, કર્મચારીએ તમારે અમારું કામ કરવું પડશે, તેમ કહી અઘટિત માગણી કરી હતી. જોકે ત્યાર બાદ મેં મારા ભાઇના લોન પેપર પરત માંગ્યા હતા. જેથી ઓફિસના અન્ય મહિલા કર્મચારી ચંદનબેનને મળાવ્યા હતા. તેઓએ પણ મને સ્પષ્ટ શબ્દમાં કહ્યું હતું કે, આર.સી.શાહ સાહેબ વગર તમારો ઉદ્ધાર થાય નહીં, એટલે તારે તેમની પાસે જવું પડશે. દરમિયાન મેં હોબાળો મચાવતાં આર.સી.શાહ સ્થળ છોડીને જતા રહ્યા હતા. જોકે ઉપરોકત તમામ બાબતે અધિક કલેકટર એમ.કે.પાટડીયાને રૂબરૂ મળી જરૂરી તપાસ તથા ઉપરોકત કર્મચારી વિરુદ્ધ નક્કર કાર્યવાહી કરવા માગ કરાતાં અરજીની તપાસ માટે પોલીસ વડાને મોકલવામાં આવી છે. નોંધનીય છે કે, તાજેતરમાં કચેરીના કલાર્ક લાંચ લેતાં ઝડપાયા હતા. તેના ગણતરીના દિવસોમાં વધુ એક કર્મચારી સામે આક્ષેપ થતાં જિલ્લા ઉદ્યોગ કચેરી ગોધરાની કામગીરી સામે અનેક પ્રશ્નો સર્જાયા છે.

ગોધરા

^લોનની અરજી તેમના ભાઇના નામે કરેલી છે. વળી તેમા જરૂરી પૂર્તતા કરતા કાગળો નથી. મેં તેમની પાસે અઘટિત માંગણી કરી હોય તેવું કાંઇ નથી. વળી તેમની રજૂઆત પણ સંપૂર્ણપણે ખોટી છે. તથા ખોટા આક્ષેપ કરી રહ્યા છે. અને હું પણ તેમની સામે જરૂરી કેસ સહિતની કાર્યવાહી કરીશ. > આર.સી.શાહ,આંકડામદદનીશ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ગોધરા

^રજૂઆત કરનાર બહેનની અરજી ડાઉટફુલ લાગે છે. છેલ્લા બે દિવસમાં તેમની રજૂઆત અલગ અલગ છે, અગાઉ તેમણે પોતાને પ્રકારે હેરાન કરાયા હોવાનું જણાવ્યું હતું. જ્યારે બીજે દિવસે મને મળ્યા ત્યારે કહ્યું હતું કે, બહેનને અન્ય મહિલાઓની રજૂઆત મળી છે. જોકે તેમ છતાં તેમની અરજી તપાસ માટે પોલીસ વડાને મોકલાશે. > એમ.કે.પાટડીયા,અધિકકલેકટર

મેં અઘટિત માગણી કરી હોય તેવું કાંઇ નથી

અરજી પોલીસ વડાને મોકલવામાં આવશે