• Gujarati News
  • પંચમહાલમાં ગત વર્ષ કરતાં 30,713 લાભાર્થી ઓછા

પંચમહાલમાં ગત વર્ષ કરતાં 30,713 લાભાર્થી ઓછા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આઇકિસાન પાર્ટલ અંતર્ગત પંચમહાલ અને મહિસાગર જિલ્લામાં ખેતીવાડીની વિવિધ યોજનાના લાભ લેવા ગત વર્ષે 38652 લાભાર્થીઓએ ઓનલાઇન અરજી નોંધાવી હતી. તેની સરખામણીમાં ચાલુ વર્ષે માત્ર 7939 નોંધાવતાં 30713 અરજીઓ ઓછી પહોંચી છે. જેને લઇને અનેક અટકળોએ સ્થાન લીધું છે. અને માત્ર 5000 અરજી જમા થતાં જો અરજી પુરાવા ખેતીવાડી તથા બાગાયત વિભાગમાં રજૂ નહીં કરે તો લાભ ગુમાવે તેવી દહેશત વ્યાપી છે.

પંચમહાલના ખેડૂતોને અપાતી સાધનસહાયમાં યાંત્રિક સાધનો, ઇનપૂટ સાધનો, બિયારણ, ઓજાર, ખાતર, નિદર્શન, સિંચાઇ, દવા, ટ્રેકટર સાધનો સીમિત લક્ષ્યાંક સામે માંગણી વધુ આવતાં સાચા લાભાર્થી વંચિત રહે છે. ત્યારે ગત વર્ષથી નવી કોમ્પ્યૂટરાઇઝ પદ્ધતિ આઇ કિસાન પાર્ટલ પર ઓનલાઇન અરજી મંગાવાય છે. ચાલુ સાલે 22 ફેબ્રુઆરીથી તા.15 માર્ચ સુધી ગ્રામ પંચાયતમાં ઇ-ગ્રામ હેઠળ પંચમહાલમાં 2657 અને અને મહીસાગરમાં 5282 એમ કુલ 7939એ અરજી નોંધાવી હતી.

જ્યારે પ્રથમ ગત વર્ષ-14માં પંચમહાલમાં 16035 અને અને મહિસાગર જિલ્લામાં 22617 એમ કુલ 38652 લાભાર્થીઓ અરજી નોંધાવી હતી. જોતાં પાછલા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે અધધ કહી શકાય તેટલી 30713 અરજીઓ ઓછી પહોંચી છે. ત્યારે સવાલ થાય છે કે એક બાજુ સરકાર કૃષિ મહોત્સવ યોજીને વધુને વધુ યોજનાકીય લાભ લે તે માટે પ્રોત્સાહિત કરે છે. તો બીજી તરફ ઓછી અરજી રજૂ થતાં ખેડૂતોની ઉદાસીનતા માટે આશ્ચર્ય થાય છે. હવે અરજી પુરાવા સાથેની નકલ ખેતીવાડી તથા બાગાયત ખાતાની કચેરીમાં જમા કરાવવાની હોઇ અત્યાર સુધીમાં માત્ર પાંચ હજાર રજૂ કરાઇ છે. જ્યારે ગત વર્ષે 27812 ભૌતિક અરજીઓ તંત્રમાં જમા થઇ હતી.

ઓનલાઇન અરજી કરવામાં આવી હોય તો તેની નકલ તથા સાધનિક કાગળો કચેરીમાં અપાવનાર બાકી અરજદારો આપોઆપ રદપાત્ર થવાની દહેશત સેવાઇ રહી છે. આમ, જિલ્લામાં ખેતીવાડીની વિવિધ યોજનાઓના લાભ લેવા બાબતે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે લાભાર્થીઓએ ઓછો રસ દાખવતાં અંગે અનેક અટકળો થઇ રહી છે.

કોમ્પ્યૂટરાઇઝ અરજીને માન્ય રાખવી

^ગ્રામ પંચાયતમાં ઇન્ટરનેટની કનેક્ટિવિટીના ધાંધિયા, ખેડૂતમિત્રની અનુપસ્થિતિ જેવી અનેક મુશ્કેલી બાદ અંગુઠા સહિત કોમ્પ્યૂટરાઇઝ અરજી લાભાર્થીઓએ નોંધાવી છે. ત્યારે આવી અરજીઓને માન્ય રાખવી જોઇએ. કારણ કે માટેના તમામ દસ્તાવેજ તંત્ર પાસે મોજૂદ છે. વળી ખરેખર લાભથી વંચિત રહે તે માટે મુદત લંબાવીને પણ લાભાર્થીઓની આવી અરજી માન્ય રાખવી જોઇએ. >ગોપાલભાઇ પટેલ,ખેડૂત

પાંચ વર્ષમાં એક વાર લાભ મળે છે

^ગત વર્ષ ગરીબ કલ્યાણ મેળાની સમાંતર લાભ લેવા એક લાભાર્થી દ્વારા જુદી જુદી યોજનામાં વધુ અરજી કરવામાં આવતાં લાભાર્થીઓનો આંક ઉંચે પહોંચ્યો હતો. પરંતુ નવા નિયમ અનુસાર પહેલાં નાણાં ભરપાઇ કરવામાં આવ્યા બાદ પાછળથી સબસીડી મળતી હોવાની ખબર પડતાં લાભાર્થીઓની અરજીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. પાંચ વર્ષમાં એક વાર લાભ મળે છે. >એચ.ડી.વાદી, જિલ્લા ખેતીવાડી અધિકારી

બે વર્ષમાં નોંધાયેલી ઓનલાઇન અરજી

} તાલુકાવર્ષ-14 વર્ષ-15

}લુણાવાડા4527 2180

}ખાનપુર3231 424

}સંતરામપુર8207 1023

}કડાણા5107 642

}બાલાશિનોર0864 467

}વીરપુર0681 546

}ગોધરા2241 556

}મોરવા3975 245

}હાલોલ1472 214

}કાલોલ0760 292

}ઘોઘંબા4689 219

}જાબુઘોડા0463 94

}શહેરા2435 1037