• Gujarati News
  • ગોધરા બાયપાસ રોડ પર બાઇક સ્લીપ થતાં એકનું મોત

ગોધરા બાયપાસ રોડ પર બાઇક સ્લીપ થતાં એકનું મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરા |ગોધરાના અબ્રાહમ પટેલના મુવાડા બાયપાસ રોડ ઉપરથી રાજેન્દ્રસિંહ માધુસિંહ સોલંકી તથા ભુપતસિંહ માનસિંહ સોલંકી પસાર થતા હતા. દરમિયાન અચાનક રસ્તામાં કુતરૂ આવી જતા બાઇક અથડાતા તેઓ પડી ગયા હતા. જેના કારણે બન્નેને ઇજા પહોંચી હતી. જે પૈકી ભુપતસિંહનું દવા સારવાર દરમિયાન કરૂણ મોત થયુ હતું. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી હતી.