• Gujarati News
  • કરણપુરથી લાકડાંની ગેરકાયદે હેરાફેરી કરતા ટ્રેક્ટર જપ્ત

કરણપુરથી લાકડાંની ગેરકાયદે હેરાફેરી કરતા ટ્રેક્ટર જપ્ત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહિસાગરકલેક્ટર દ્વારા તાજેતરમાં બાલાશિનોર- કરણપુર રોડ પાસે તપાસ આદરી હતી. દરમિયાન વન પર્યાવરણને નુકસાન પહોંચાડીને ગેરકાયદે લાકડા હેરાફેરી કરવા બદલ ટ્રેક્ટરો જપ્ત કરાતાં ફફડાટ વ્યાપી ગયો હતો.

મહીસાગર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદે વૃક્ષ છેદન કરીને પર્યાવરણને નુક્સાન પહોચાડી રહ્યાની બૂમ ઉઠી છે. ત્યારે કલેક્ટર કે.બી.ઉપાધ્યાયને મળેલી માહિતી મુજબ ગેરકાયદે વૃક્ષ છેદનની તપાસ બાબતે રાત્રીના પેટ્રોલિંગ આદર્યુ હતું. ત્યારે રાત્રીના સંયુક્ત ઓપરેશનમાં લાકડા ભરેલા 6 ટ્રેકટર બાલાસિનોર ફગવા જકાતનાકાથી કરણપુર વચ્ચે રોડ પરથી ઝડપી પાડવામાં આવ્યા હતા. જિલ્લા કલેક્ટરની નિગરાની તળે પ્રાંત અધિકારી તથા બાલાસિનોર મામલતદારને સાથે રાખીને વાહનોમાં ભરેલા લાકડા જપ્ત કરાયા હતા. ઝડપાયેલા ટ્રેક્ટરોમાં ગેરકાયદે રીતે લીલાં ઝાડ કાપીને લાકડા ભરાયા હતા અને હેરાફેરી દરમિયાન કોઇ પરવાનગી કે ટ્રાન્ઝિટ પાસ વગર લઇ જવાતા હતા.

કરણપુરા રોડ પરથી ગેરકાયદે લાકડાં ભરેલા ટ્રેક્ટર જપ્ત કરાયા હતા.