• Gujarati News
  • ખાનપુરમાં પરંપરાગત કલેશ્વરી મહા શિવરાત્રીનો મેળો ભરાયો

ખાનપુરમાં પરંપરાગત કલેશ્વરી મહા શિવરાત્રીનો મેળો ભરાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહીસાગરજિલ્લાના ખાનપુર તાલુકામાં દર વર્ષની જેમ પરંપરાગત કલેશ્વરી શિવરાત્રી મેળો ભરાયો હતો. મેળામાં નૃત્યો, ગીતો, નાટક આખ્યાન રાસ ધમાલ, સ્થાનિક કલાકારો દ્વારા સમૂહ વૃન્દમાં અને મિત્રો સગા સબંધી સ્નેહીજનો સાથે સ્વજનની જેમ ઉમટી પડીને સંસ્કૃતિના દુનિયાને દર્શન કરાવ્યા હતા.

નવરચિત મહીસાગર જિલ્લાની આગવી ઓળખ અને પુરાતત્વીય વારસો ધરાવતા કલેશ્વરી નાળ સમૂહમાં પ્રકૃતિની ગોંદમાં વસેલું નયનરમ્ય પ્રાકૃતિક વાતાવરણ, સાસું-વહુની વાવો, કલેશ્વરીમાતા, શિવ મંદિર, ભીમના પગલા, સ્નાનકુંડ અને કૂવો, તેમજ કલાત્મક કોતરણી અસલ સ્વરૂપમાં નિર્દોષભાવે આંખોને આંજી દે છે. હેડંબા વન તરીકે ઓળખાતો જંગલ વિસ્તાર અને બાજુમાં આવેલો ભાદરડેમ અને ઝરમર માતા, અને અહી વહેતા ખળખળ ઝરણાં અને વનોની વનરાજી મનમોહક અને આંખોને અને પક્ષીઓની પાંખોને સ્થિર કરી દે તેવા આહલાદક વાતાવરણમાં મેળો યોજાય છે. છેલ્લા ૧૮ વર્ષથી ભરાતો ભાતીગળ અને લોકસંસ્કૃતિના સંગમ સમો એકતા અને વિવિધતાના દર્શન કરાવતો બહુઆયામી ભાષા બોલી પહેરવેશનો પરચો આપતો અદભૂત મેળો લોકોના ઉત્સાહ ઉમંગ અને આનંદની અસીમ ઘડીઓનો પ્રાકૃતિક નઝારો છે. દર વર્ષની જેમ પરંપરાગત કલેશ્વરી શિવરાત્રી મેળો ભરાયો હતો. આસપાસના પડોશી રાજ્યની જનજાગૃતિ સમૂદાયો તેમજ અન્ય સમાજના લોકો મેળોને મન ભરીને નજરે નજીક થી નિહાળી ધન્યતા અનુભવી હતી. જેમા દેશ-વિદેશના પ્રવાસીઓ પણ મેળાને માણવા માટે આવી પહોંચ્યા હતા. ટેબલેટ, કેમેરામાં અને મોબાઇલ દ્વારા પરંપરાગત કલાના નજારાને કેદકરતા ઠેર-ઠેર લોકો નજરે પડતા હતા. મેળામાં કલાકારો, ચિત્રકારો, કવિઓ, સાહિત્યકારો, આદિવાસી પરંપરાના અભ્યાસુઓ પી.એચડીના વિદ્યાર્થીઓ ગૂજરાત વિદ્યાપીઠના આદિવાસી સંશોધનના વિદ્યાર્થીઓ તથા પ્રોફેસરો, કવિઓ અને રાજ્યબહારના આદિવાસી કલા કસબીઓ લોકોને કામણ પાથરી હતી. સમાજ મેળો અને નૃત્ય, ગીત, સંગીત, મેળા અને નિરંતર શિક્ષણ મૌખિક પરંપરાના વાહકો અને લેખિત પરંપરાના જાણકારો બાબતે ચર્ચા રજૂ કરી હતી.

મેળાની સાથે સાથે...

પૂર્વોત્તરરાજ્યનાકલાકારોએ મેળોમાં આકર્ષણ જમાવ્યું હતું આસામના દેની ગામના મીસીંગ ટ્રાબ્સ દ્વારા ગુમરાત નૃત્ય તેમના 11 કલાકારો દ્વારા ડાન્સના માધ્યમ દ્વારા કલાત્મક રીતે સુંદર રીતે પ્રસ્તુત કર્યા હતા.

નાટક રજૂ કરાયા

કચ્છ-ભૂજથીભીલજાતિની કું ભાવનાબહેન ભીલે કોકીલ કંઠે ભજન રજૂ કર્યું હતું અમદાવાદથી આવેલા છારા કોમ્યુનિટી દ્વારા પાટા નાટક સુંદર રીતે રજૂ કર્યુ હતું હું તો આદિવાસી દેશનો મૂળ નિવાસી જાગૃતિ નાટક રજૂ કર્યું હતું .

રાજ્યના કલાકારો પણ ઉપસ્થિત રહ્યા

મધ્યપ્રદેશથીઉરાઉ જનજાતિ અને ગોંડી જનજાતિના કલાકારો, છત્તીસગઢથી ઉપસ્થિત અને હાલમાં જસપુર જિલ્લામાં રહેતા 13 આદિવાસીઓ દ્વારા વિવિધ નૃત્યો રજૂ કર્યા હતા. અને પેન્ટીંગ ચિત્રો પણ પ્રદર્શિત કર્યા હતા. રાજસ્થાનના બુંદીથી 50 જેટલા લોકો મેળામાં કલાવૃંદ સાથે મેળાને માણવા માટે ઉમટી પડ્યા હતા.

ખાનપુર તાલુકામાં કલેશ્વરી શિવરાત્રી મેળો ભરાયો હતો.