• Gujarati News
  • બે બાઇક ભટકાતાં 1નું મોત

બે બાઇક ભટકાતાં 1નું મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરવાના આગરવાડાના ભલાભાઇ વણઝારા રવિવારે બાઇક લઇને ગોધરાના તરવડી ગામ પાસેથી જતા હતા. દરમિયાન અન્ય બાઇકના ચાલકે પુરઝડપે આવી ભલાભાઇની બાઇકને જોરદાર ટક્કર મારી હતી. જેમાં ભલાભાઇનું મોત થયું હતું. જ્યારે અન્ય બાઇકચાલકને પણ ઓછી વત્તી ઇજા પહોંચી હતી. પોલીસે અકસ્માત મોત નોંધ કરી છે.