• Gujarati News
  • પુસ્તકાલય ગ્રાન્ટ ઉપયોગિતા સંદર્ભે CRCની બેઠક

પુસ્તકાલય ગ્રાન્ટ ઉપયોગિતા સંદર્ભે CRCની બેઠક

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પંચમહાલજિલ્લામાં ચર્ચાસ્પદ બનેલ પુસ્તકાલય ગ્રાન્ટ ઉપયોગિતા સંદર્ભે સર્વ શિક્ષા અભિયાન દ્વારા સીઆરસીઓની બેઠક બોલવાનીને છેલ્લા બે વર્ષની ખરીદીની સમીક્ષા હાથ ધરાઇ હતી. જેમાં કિંમત, પ્રકાશન, ડેડસ્ટોકની નોંધ, કમિશન સહિતના મુદાઓનો સમાવેશ થાય છે. તબક્કાવાર આયોજીત બેઠકમાં 299 પૈકી 285 હાજર અને 14 ગેરહાજર હતા. ઉલ્લેખનીય છે કે, વાંચન થકી જ્ઞાનના હેતુથી પંચમહાલની શાળઓમાં પુસ્તકાલય માટે ગ્રાન્ટ અપાય છે. ચાલુ વર્ષ14-15 માટે 300થી વધુ બાળકો ધરવાતી 300 શાળાઓમાં 5 હજાર લેખે ~1500000 તથા 300થી ઓછા હોય તેવી 2052 શાળઓમાં 2 હજાર લેખે ~410400 જેટલી રકમ ફાળવી હતી.આમ 2352 સ્થળઓએ સ્કૂલ મેનેજમેન્ટ સમિતીના હવાલે 56.04ની ગ્રાન્ટ ફાળવી હતી.