તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • નાસતો ફરતો આરોપી ઝડપાયો

નાસતો ફરતો આરોપી ઝડપાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેવગઢબારીયા અને વેજલપુર પોલીસ સ્ટેશને નોંધાયેલા ગુનેગારને રવિવારે કાલોલ પોલીસ કાલોલમાંથી ઝડપી પાડીને ગોધરા પોલીસને હવાલે કર્યો હતો.

કાલોલ પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ રવિવારના રોજ કાલોલ પોલીસે શહેર હદ વિસ્તારમાંથી જીલ્લા પોલીસ સંકલનને આધારે એક ભાગેડુ ગુનેગારને ઝડપી પાડયો હતો. ભાગેડુ આરોપી નામે અહેમદ હુસેન યાકુબ હયાત (રહે.સાતપુલ સોસાયટી, ગોધરા) સામે વેજલપુર પોલીસ સ્ટેશન તથા દેવગઢ બારીયા પોલીસ મથકમાં ગુનો નોંધાયેલ છે. નાસતા ફરતા આરોપીને રવિવારે કાલોલ શહેર વિસ્તારમાં જોવા મળતા કાલોલ પેાલીસે જીલ્લા પોલીસતંત્રના સંકલનને આધારે ઓળખ છતી કરી ઝડપી લેવામાં આવ્યો હતેા. ઝડપાયેલા આરોપીને કાલોલ પોલીસ દ્વારા રવિવારે સાંજે જીલ્લા પોલીસ તંત્ર(ગોધરા)ને સોંપી દેવાયો હતો. બાદ આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.