• Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • Ghoghamba
  • ઘોઘંબાના કરાડ ડેમમાં પાણીનો જથ્થો માત્ર 36.45% : પાકને નુકસાનની ભીતિ

ઘોઘંબાના કરાડ ડેમમાં પાણીનો જથ્થો માત્ર 36.45% : પાકને નુકસાનની ભીતિ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઘોઘંબા પંથકમાં વરસાદ ખેંચાતા ખરીફ પાકને નુકસાન થવાની ચિંતામાં ધરતીપુત્રો આ ઉપરાંત ડેમમાં હાલ પાણીનો જથ્થો માત્ર 36.45 ટકા છે. જો વરસાદ હજુ સુધી ખેંચાય તો પિયત સાથે પિવાના પાણીનો સંકટ માથા પર તોળાય છે.

ગયા વર્ષે તા.4 ઓગસ્ટે ડેમનું લેવલ 131.4 મીટર હતુ અને આ વર્ષે ડેમનું લેવલ 133.35 મીટર છે. મતલબ ગયા વર્ષના લેવલ અને આ વર્ષના લેવલમાં કોઇ ઝાઝો ફર્ક નથી. આ સિઝનમાં ડેમ વિસ્તારના સ્ત્રોત વિસ્તારમાં આજે સવાર સુધીમાં 461 મીમી વરસાદ નોંધાયો છે. છતાં પણ પાણીની આવકમાં માત્ર 1.95 મીમી વધારો થયો છે જે અપુરતો છે. છેલ્લા ત્રણ વર્ષથી ડેમ તેની પૂર્ણકક્ષાએ ભરાયો નથી. અને માત્ર આકાશી ખેતી પર નભતા ધરતીપુત્રોને જોઇએ તેટલો પાકનો ઉતારો છેલ્લા બ વર્ષથી મળ્યો નથી. આ વર્ષે પણ સંતાકુકડી રમવાની રમત ચાલુ છે. પરિણામે ખેડૂતો પણ અવઢવમાં છે કે આ વર્ષે વરસાદ તેની પુરી ક્ષમતાથી થશે કે નહી. વધુમાં વરસાદ ખેંચાતા ડાંગર અને મકાઇના પાકને પાણીના અભાવે નુકસાન થવાની ભિતી સેવાઇ રહી છે. ડેમના કમાન્ડ વિસ્તારના ગામો માત્ર 11 છે જયારે ઘોઘંબા તાલુકાના ગામોની કુલ સંખ્યા 190 ઉપરાંત છે. મતલબ 179 ગામોના ખેડૂતો આકાશી ખેતી અને બોર કુવા દ્વારા ખેતી કરી પોતાનું જીવન ગુજારે છે. ડેમની નિચાણ વિસ્તારમાં આવેલા પશ્ચિમ દિશા તરફના ગામે કણબીપાલ્લી, કુંભારપાલ્લી, નવાગામ, પરોલી, ઘોઘંબાનો પશ્ચિમ તરફની જમીનો મળી કુલ 1900 એકર જમીનને ડેમના પાણીથી પિયતની વ્યવસ્થા મળે છે પરંતુ તે પણ ડેમ ભરાયા બાદ. હવે વરસાદ થાય અને પાણીના તળ ઉપર આવે તો બોર કુવા ધરાવતા ખેડૂતોને રાહત થાય તેમ છે.

ખરીફ પાકને પાણી આપવામાં આવશે
હાલમાં પાણીના જથ્થામાંથી ખરીફ ખેતી માટે પાણી આપવાની વ્યવસ્થા કરવામાં આવશે અને ખેડૂતોના પાકને બચાવવા માટે ખરીફ પાકને પાણી આપવામાં આવશે.વિરેન્દ્રસિંહ રાજપુત, એસઓ કરાડ ડેમ

કરાડ ડેમમાં હાલ પાણીનો જથ્થો માત્ર ૩૬.૪૫ ટકા છે.- સુરેન્દ્ર શાહ

અન્ય સમાચારો પણ છે...