તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કરાડ ડેમની સપાટી 134.40 મીટરે પહોંચી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઘોઘંબા | એક મોટા વિરામ બાદ ઘોઘંબા પંથકમાં મંગળવારની વહેલી સવારથી જ વરસાદનું આગમણ થતા જોરદાર વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડકતા પ્રસરી ગઇ છે. મંગળવાર સવારથી શરૂ થયેલા વરસાદથી ડાંગરને જીવતદાન મળ્યાનું ધરતીપુત્રે જણાવે છે. સાથે સાથે નદી શાળાઓ તળાવો અને ડેમ સાથે ચેકડેમોમાં નવા પાણીની આવક થઇ છે. આ ઉપરાંત ડેમમાં પાણીની આવક થતા 134.20 મીટરથી વધીને 134.40 મિટર પાણીની સપાટી થતા આજના વરસાદમાં 20 સે.મી.પાણીની સપાટીમાં વધારો થયો છે. જેને લઇને ખેડૂતોને ખરીફ માટે સિઝનમાં ડેમ દ્વારા પાણી મળશેની આશા બંધાઇ છે.

અન્ય સમાચારો પણ છે...