તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરોલી હાલોલ રોડ પર ઝાડ સાથે બાઇક અથડાતા 1 મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઘોઘંબાના પરોલી હાલોલ રોડ પર ભારે વરસાદમાં બાવળનું ઝાડ તૂટી રાડ પર તડતા વહેલી સવારે ચાર વાગ્યાના અરસામાં અજાણ્યો બાઇક સવાર રોડ વચ્ચે પડેલા ઝાડ સાથે અથડાયો હતો. જેને જીવલેણ ઇજાઓ થતા ઘટના સ્થળે જ તેનું કમકમાટી ભર્યુ મોત નીપજયુ હતુ.

પરોલી પંચાયત અને લાલપુરી ગ્રામ પંચાયત દ્વારા નાયબ વન સંરક્ષક વિસ્તરણ ગોધરાને લેખિતમાં જાણ કરી છે કે પરોલી અરાદ રોડ વચ્ચે બસો ઉપરાંત વૃક્ષો આવેલ છે. એમાના મોટા ભાગના વૃક્ષો નમી ગયા છે. જે ભારે વરસાદમાં પડવાની સંભાવનાઓ છે. વધુમાં છેલ્લા બે વર્ષમાં વૃક્ષો પડવાના બનાવોમાં 8 વ્યકિતઓએ અકસ્માતમાં તેમના જીવ ખોયા છે. તો હવે વધુ અકસ્માત ન થાય તે માટે આવા જોખમી વૃક્ષો કાપી લેવામાં આવે તો લોકહિતમાં રહેશે. વહેલી સવારે 4 વાગે બનાવ બન્યા બાદ વન વિભાગના માણસો 10 વાગે આવ્યા અને તૂટી પડેલા બાવળના ઝાડને કાપીને રોડ પરથી ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...