ગુણેશીયામાં લાઇટની સિરીઝ લગાવવા બાબતે મારામારી

ગણેશ સ્થાપના વખતે સિરીઝ લગાવવા બાબતે બોલાચાલી બંને પક્ષોએ સામ સામે ફરિયાદ આપતા તપાસ હાથ ધરી

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:25 AM
Ghoghamba - ગુણેશીયામાં લાઇટની સિરીઝ લગાવવા બાબતે મારામારી
ગુણેશીયા ગામે ગણપતી મહોત્સવ પ્રસંગે ગણેશની સ્થાપના વખતે સિરીઝ લગાવવા બાબતે બોલાચાલી બાદ મારામારી થતા બંનેજ પક્ષોએ સામ સામે ફરિયાદ આપી હતી.

ગુણેશીયા ખાતે ગણપતીના પંડાલમાં મહેન્દ્ર અમરસિંહ સિરિઝ લગાવતા હતા. તેને સંજય જાદવ ના પાડતા મહેન્દ્ર જાદવ તેના ઘરેથી પાઇપ લઇ આવ્યો અને ડીપી સળગાવવા માટે પાઇપ ડીપીના વાયર પર છુટી નાંખતા લાઇટ બંઘ થતા સંજય જાદવ, રવિન્દ્ર જાદવ, કિરણ જાદવએ મહેન્દ્રને ડફણાઓ માર્યા આ અંગે સંગીતાબેને આપી હતી. તેમજ સામે સંજય મહેન્દ્ર વિરુદ્ધ ફરિયાદ આપતા લખાવ્યું છે કે સિરીઝ લગાવવાની ના પાડી આ વખતે આરતી ચાલતી હતી અને મહેન્દ્ર અપશબ્દો બોલતો હતો. તેને રોકતા તે તેના ઘરેથી લાકડી લઇ આવ્યો અને સંજયના બરડાના ભાગે લાકડી મારતા સંજયે ફરિયાદ આપી હતી.

X
Ghoghamba - ગુણેશીયામાં લાઇટની સિરીઝ લગાવવા બાબતે મારામારી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App