જાલત પંચાયતમાં સ્વચ્છતા હી સેવા ઝુંબેશ અંતર્ગત ઉજવણી કરાઇ

રેલી દ્વારા સ્વચ્છતાનો સંદેશો આપવામાં આવ્યો 15 સપ્ટે.થી 02 ઓક્ટો. સુધી સમગ્ર દેશમાં ઉજવણી

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:21 AM
Garbada - જાલત પંચાયતમાં સ્વચ્છતા હી સેવા ઝુંબેશ અંતર્ગત ઉજવણી કરાઇ
સ્વચ્છતા હી સેવા ઝુંબેસ 15 સપ્ટેમ્બરથી 02 ઓક્ટોબર સુધી સમગ્ર ભારત દેશમાં ઉજવણી થનાર છે. જેના ભાગરૂપે આજરોજ સમગ્ર દાહોદ જિલ્લામાં આ ઝુંબેસનો વિવિધ ગામોમાં અભિયાનની શરૂઆત કરવામાં આવેલ છે. જે અન્વયે તા.15 ના રોજ દાહોદ તાલુકાની જાલત ગ્રામ પંચાયતમાં જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવેલ હતી. જેમા સમગ્ર જિલ્લાને સ્વચ્છતાનો સંદેશ આપવા માટે શાળાની સૌથી સ્વચ્છ બાળા દ્વારા રેલીનો શુભારંભ કરવામાં આવેલ હતો.

ત્યાર બાદ સમગ્ર ગ્રામ પંચાયતના વિસ્તારમાં જુદા જુદા ફળીયામા રેલી દ્વારાં સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવ્યો, સફાઈ , ઉકરડા વ્યવસ્થાપન, ઘન કચરાનો યોગ્ય નીકાલ, પોસ્ટર લગાડવા, ભીંત ચિત્રો અને ભીંત સુત્રો દોરવા, સ્વચ્છતાના શપથ લેવામાં આવ્યાં હતા. ત્યાર બાદ વડાપ્રધાન દ્વારાં ઉદબૉદન કરવામાં આવેલ સેટકોમના માધ્યમથી ગ્રામજનો અને શાળાના બાળકો દ્વારાં જીવંત પ્રશારણ જોવામાં આવ્યું. આ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાથી વિવેક પ્રજાપતી (જિ.કોર્ડીનેટર), તાલુકાના કર્મચારીઓ, સરપંચ, તલાટી, આંગણવાડી કાર્યકર, આશા વર્કર, ગ્રામજનો, શિક્ષકો ખુબજ મોટી સંખ્યામાં જોડાયા હતા.

X
Garbada - જાલત પંચાયતમાં સ્વચ્છતા હી સેવા ઝુંબેશ અંતર્ગત ઉજવણી કરાઇ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App