ફતેપુરામાં ચોરીના બનતા બનાવોને જોતા પોલીસ સફાળી જાગી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફતેપુરા તાલુકાના મુખ્ય મથકે ગત મહિને એક જ રાતમાં છ દુકાનોના તાળા 2 લાખની ચોરી થઇ હતી. ચોરોનું પગેરૂ મેળવવા ફતેપુરા પોલીસે સીસીટીના ફુટેજના આધારે તપાસ હાથ ધરી ચોરોને ઝડપવાની કવાયત હાથ ધરી છે. જેના ભાગરૂપે પોલીસે ચોરોની ઓળખ માટે સીસીટીવી ફુટેજ જીલ્લાની પોલીસને તેમજ કેટલાક રાજ્યોમાં પગેરૂ મેળવવા ગુપ્ત રીતે શોધ ખોળ હાથ ધરી છે. તપાસ દરમિયાન પીએસઆઇને વેપારીઓએ પોતાની દુકાનોમાં લગાવેલ સીસીટીવીમાં હાઇક્લિયારીટી રિઝલ્ટના આવતા ફતેપુરાના પીએસઆઇએ ગામના તમામ વેપારીઓને નોટીસ આધારે લેખિતમાં જાણ કરી દુકાનોમાં સીસીટીવી લગાવવા અનુરોધ કર્યો છે. ફતેપુરા પીએસઆઇએ જવાનોને રાત્રિ દરમિયાન ગામમાં રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ કરવા અને રાત્રિ દરમિયાન અવર જવર કરતા શંકાસ્પદ હાલતમાં જોવા મળતા લોકોની સધન પુછપરછ કરવા સાથે પોલીસ પેટ્રોલીંગ વધાર્યુ છે.

અન્ય સમાચારો પણ છે...