તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફતેપુરામાં પૂત્રવધુ તા.પંચાયતના પ્રમુખ બન્યાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફતેપુરા તાલુકા પંચાયતના નવ નિયુક્તિ થયેલ પ્રમુખ રજનીકાબેન ઘનશ્યામભાઇ મછાર, અને ઉપપ્રમુખ ઝવરાભાઇ મીઠાભાઇ બારીયાએ શુક્રવારે વિધીવત રીતે પ્રમુખની ઓફિસમાં માં ગાયત્રીનો ફોટો સ્થાપિત કરી બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધીથી પૂજા અર્ચના કરાવી તાલુકા પંચાયતના પગથિયે શ્રીફળ વધેરી પ્રમુખની ખુરશીમાં બિરાજમાન થઇ વિધીવત રીતે કાર્યભાર સંભાળ્યો હતો. આ પ્રસંગે માજી ધારાસભ્ય સભ્ય દીતાભાઇ મછાર, તેમના પુત્ર રઘુભાઇ મછાર,ઘનશ્યામભાઇ મછાર, સહિત તેમનાં પરિવાર જનો, ફતેપુરા તાલુકા કોંગ્રેસ પાર્ટી પ્રમુખ ગોવિંદભાઇ મછાર સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. વાજતે ગાજતે ઢોલ નગારા સાથે તાલુકા પંચાયત પ્રમુખ ઉપ પ્રમુખે ફતેપુરા કોંગ્રેસ પાર્ટીની ઓફીસથી તાલુકા પંચાયત સુધી ભવ્ય રેલી કાઢી તાલુકા પંચાયત પહોંચી ચાર્જ સંભાળ્યો હતો.

ફતેપુરા તા.પં.ના નવનિયુક્ત પ્રમુખ-ઉપપ્રમુખે પંચાયતનો કાર્યભાર સંભાળ્યો. તસવીર-રીતેશ પટેલ

અન્ય સમાચારો પણ છે...