તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફતેપુરામાં ડી.ડી.ઓ.એ તાલુકા પંચાયતની મુલાકાત લીધી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફતેપુરા મામલતદાર કચેરી ખાતે દાહોદ જીલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ યોજાયો હતો. સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ સાત પ્રશ્નો રજૂ થવાં પામ્યા હતા. તંત્ર તરફથી સાથે પ્રશ્નોનો નિકાલ કરાયો હતો જેમાં કરોડીયા પૂર્વ ગામે પાણીનો પ્રશ્ન, કરમેલ ગામે સ્વતંત્ર પાણી પુરવઠા યોજનાની કામગીરી પૂર્ણ કરવી, કંથાગર ગામે વારસાઇ નોંધ, સલરામાં જમીન માપણી, ડુંગર ગામે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ આપવાની વાત ના પ્રશ્નોનો સ્થળ પર જ સુનવણી કરી નિકાલ કરાયો હતો. સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ બાદ દાહોદ જીલ્લા વિકાસ અધિકારીએ ફતેપુરા તાલુકા પંચાયતની મુલાકાત લઇ કર્મચારીઓ સાથે વાત ચીત કરી વિવિધ યોજનાઓના કામોની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની કામગીરી પૂર્ણ કરાવવા અને તેના બાકી બીલો લાભાર્થીઓને ચુકવવા ડી.ડી.ઓ.એ. તાલુકા વિકાસ અધિકારીને તાકીદ કરી હતી. સાથે મનરેગા યોજનાના કામોની સમીક્ષા, પંચાયતોમાં વેરા વસુલાત જેવા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...