તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

3 વર્ષમાં 19 વિસ્તારમાંથી Rs.156 કરોડની જમીન રોડ માટે લીધી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાં 19 સ્થળોએ રોડલાઇન માટે પાલિકાએ એડી ચોટીનું જોર લગાવીને કરેલી ઓપરેશન ડિમોલિશનની કામગીરી થકી 3 વર્ષમાં રૂા.156 કરોડની બજારકિમત ધરાવતી 7.84 લાખ ચોરસ ફૂટ જમીન ખુલ્લી કરાવી છે.

શહેરના દાંડિયાબજારથી કાલાઘોડા રોડ, જ્યુબિલીબાગથી અ઼ડાણિયાપુલ, ફતેપુરા રોડ, ભૂતડીઝાંપા રોડ,પાણીગેટથી વાડી ગાજરવાડી,સ ્ટેશનની પાછળ, કારેલીબાગ વુડા સર્કલથી જલારામનગર,માંડવીથી પાણીગેટ, ટાવરથી જયરત્ન બિલ્ડિંગ, ફતેગંજ, અકોટાથી મુજમહુડા, જેતલપુરથી દિનેશ મિલ રોડ, ગેંડીગેટ રોડ, સંત કબીર રોડ સહિત કુલ 19 સ્થળોએ રોડલાઇન ખુલ્લી કરાવવા માટે પાલિકાએ સતત ત્રણ મહિના સુધી કમર કસી હતી.

પાલિકાએ રસ્તારેષામાં આવતી જમીન સંપાદન કરવા માટે નવ સ્થળોએ તેમજ બિનપરવાનગી હેઠળનાંં ગેરકાયદે બાંધકામો દૂર કરવાની કામગીરી 10 સ્થળોએ કરી હતી. આ 19 સ્થળોએથી 2.50 લાખ ચો.ફૂટ જમીનથી લઇને 5 હજાર ચોરસ ફૂટ જમીનનો કબજો મેળવ્યો છે. જેમાં, રસ્તારેષામાં આવતી જમીન સંપાદન કરવાની કાર્યવાહીમાં 5.73 લાખ ચોરસ ફૂટ અને ગેરકાયદે બાંધકાવાળી જમીન દબાણમુક્ત કરાવવાની કામગીરીમાં 2.11 લાખ ચોરસ ફૂટ જમીનનો સમાવેશ થાય છે. આ કામગીરીમાં આરસી દત્ત રોડ પર કલેકટર,પોલીસ કમિશનર સહિતના ઉચ્ચાધિકારીઓના બંગલાની કમ્પાઉન્ડ વોલ પણ તોડવામાં આવી હતી તે નોંધનીય છે.

હાલના બજારભાવ મુજબ પ્રતિ ચોરસ ફૂટના સરેરાશ રૂા.2000 મુજબ ગણતરી કરવામાં આવતાં તેની કુલ કિંમત 156 કરોડ રૂપિયા થાય છે કે જે સ્માર્ટ સિટી પ્રોજેકટના રેલવે સ્ટેશન રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળની જમીનની કિંમત જેટલી છે. સૌથી મહત્ત્વની બાબત તો એવી છે કે, આ કામગીરીમાં ક્ષુલ્લક વિરોધ કોક ઠેકાણે થયો હતો પરંતુ વિરોધને ડામી દઇને રસ્તા બનાવી દેવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે રોડ લાઇનની ઘણી જગ્યા પર દબાણો કરી દેવામાં આવ્યા હતા. જેના પ્રત્યે વર્ષો સુધી દુલર્ક્ષ સેવવામાં આવ્યું હતું. શહેરમાં વધતા ટ્રાફિકને લઇને આખરે આ દબાણો હટાવીને રોડલાઇનની જગ્યા ખુલ્લી કરી વોલ ટુ વોલ રસ્તો બનાવી દેવામાં આવ્યો હતો. જેને કારણે વાહનોની અવરજવરમાં સરળતા રહે.

જમીન સંપાદન ક્યાં ક્યાં કરાયું
રોડનું નામ માપ(ચો.ફૂટ)

દાંડિયબજારથી કાલાઘોડા રોડ 2.50 લાખ

જ્યુબિલીબાગથી અડાણિયાપુલ 32,000

ફતેપુરાથી ઠેકરનાથ સ્મશાન રોડ 45,000

ફતેપુરાથી વારસિયા આરટીઓ 35,000

પાણીગેટથી ગાજરાવાડી પાણીની ટાંકી 25,000

સ્ટેશન ગરનાળાથી ફરામજી કમ્પાઉન્ડ 82,000

સ્ટેશન ગરનાળાથી અલકાપુરી રોડ 55,000

કારેલીબાગ વુડા સર્કલથી જલારામનગર 27,000

રોડ માટે ક્યાં ક્યાં જમીન ખુલ્લી કરાઇ
રોડનું નામ માપ(ચો.ફૂટ)

માંડવીથી પાણીગેટ 18,000

ખંડેરાવ માર્કેટથી ટાવર 23,000

ખંડેરાવ માર્કેટથી જયરત્ન બિલ્ડિંગ 16,000

જયરત્નથી બગીખાના રોડ 5,000

સ્ટેશન ગરનાળાથી જેતલપુર બ્રિજ 17,000

ફતેગંજ સેફ્રોન કોમ્પ્લેક્સથી પેટ્રોલપંપ 12,000

અન્ય સમાચારો પણ છે...