ફતેપુરાના હાટમાં હાથ બનાવટની ખરીદી માટે ભીડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ફતેપુરામાં શનિવારના રોજ હાટ બજાર ભરાતાં પોલીસ લાઇન રોડ પર બેંક ઓફ બરોડાના એ.ટી.એમ.નજીકના વિસ્તારમાં ખેતીમાં વપરાતા હાથ બનાવટના સાધન સામગ્રીના વેચાણ માટે હરિજન સમાજના લોકો દ્વારા પથારાઓ લગાવવામાં આવ્યા હતા. કતાર બંધ વાસમાંથી બનેલ હાથ બનાવટની બળદના મોં પર બાંધવાની ઓયણી, સુપડા, બાગરા, ટોપલાઓનું વેચાણ થતાં ખેડૂત વર્ગ ખેતીમાં વપરાતી સાધન સામગ્રીની મન મુકીને ખરીદી કરી હતી. હાથે બનેલ ઝીટવટ ભર્યા વર્ક દ્વારા તૈયાર કરેલ સામગ્રીની લોકોએ ખરીદી કરી હતી. 50 રુપિયાથી લઇ 250 રૂપિયા કિંમત સુધીની વહેચાતી સામગ્રીની લોકોએ ખરીદી કરી હતી.

ટકાઉ અને મજબુત હોવાથી વેચાય
વાસમાંથી હાથે બનાવેલ અને વધુ ટકાઉ મજબૂત સુપડાઓ ઓયણીઓ, છાબડીઓ અને ટોપલાઓ ખેડૂત વર્ગ વર્ષોથી ખેતી માટે ખરીદી કરે છે. દર શનિવારે મોટી સંખ્યામાં અમારા સમાજના લોકો આ સામગ્રી વેચી પેટીયુ રળી ખાય છે. આ સામગ્રી ટકાઉ અને મજબૂત સામગ્રી હોવાથી ખેડૂતો વર્ષોથી અમારી પાસેથી જ ખરીદી કરે છે.રમેશભાઈ હરિજન, વેપારી

અન્ય સમાચારો પણ છે...