માનગઢમાં ‌BSNLના ટાવર ન હોવાથી સહેલાણીને હાલાકી

ગુરુગોવિંદની ધુણી-પ્રતિમા આવેલ છે ટાવર ઊભો કરવા લોકોની માંગ ઉઠી

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:20 AM
Fatepura - માનગઢમાં ‌BSNLના ટાવર ન હોવાથી સહેલાણીને હાલાકી
માનગઢ ધામ ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર પર આવેલું ધામ છે. માનગઢ ધામ ખાતે ગુરુગોવિદની પ્રવિત્ર ધુણી અને પ્રતિમા આવેલ છે આદિવાસી લોકો માટે આસ્થાનુ કેન્દ્ર છે. સરકાર દ્વારા આદિવાસી ભક્તો માટે દશ કરોડના ખર્ચે માનગઢ ધામ ખાતે સંભાખંડ હોલનુ નિર્માણ કરવામાં આવી રહ્યુ છે ત્યારે રાજસ્થાન સરકાર પણ આ જગ્યા પર વિકાસ કરી રહી છે. પોષી પૂનમ, 17 નવેમ્બરે સતાબદી સંમારોહ, 9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે માનગઢધામ ખાતે ભવ્ય ઉજવણીઓ કરેે છે દૈનિક હજારોની સંખ્યામાં ભકતો સહેલાણીઓ અહિયા આવે છે પરંતુ સરકાર દ્વારા આ જગ્યા પર તમામ પ્રકારનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે BSNL નો ટાવર ઉભો ન કરાતા લોકોને પારાવાર હાલાકી ભોગવી પડી રહી છે. સરકાર દ્વારા તાત્કાલીક ધોરણે માનગઢધામ ખાતે BSNL ટાવર ઉભો કરાય તેવી વ્યવસથા કરાય તે જરુરી છે.

X
Fatepura - માનગઢમાં ‌BSNLના ટાવર ન હોવાથી સહેલાણીને હાલાકી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App